Not Set/ Sterling Biotech Scam: ભાગેડુ આરોપી હિતેશ પટેલની અલ્બેનિયામાં અટકાયત કરાઇ

ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક મામલે ભાગેડુ આરોપી હિતેશ પટેલને અલ્બેનિયામાં અટકાયત કરવામાં આવી છે. સ્ટર્લિંગ બાયોટેક મામલે ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી હિતેશ પટેલની શોધ કરતી હતી. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 મી માર્ચે હિતેશ પટેલને રેડ કોર્ન નોટિસ આપવામાં આવી હતી. 20 માર્ચે, અલ્બેનિયામાં કસ્ટડીમાં, નેશનલ ક્રાઇમ બ્યુરો દ્વારા અટકાયત કરાઇ હતી. સ્ટર્લીંગ […]

Gujarat India

ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક મામલે ભાગેડુ આરોપી હિતેશ પટેલને અલ્બેનિયામાં અટકાયત કરવામાં આવી છે. સ્ટર્લિંગ બાયોટેક મામલે ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી હિતેશ પટેલની શોધ કરતી હતી. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 મી માર્ચે હિતેશ પટેલને રેડ કોર્ન નોટિસ આપવામાં આવી હતી. 20 માર્ચે, અલ્બેનિયામાં કસ્ટડીમાં, નેશનલ ક્રાઇમ બ્યુરો દ્વારા અટકાયત કરાઇ હતી.

સ્ટર્લીંગ બાયોટેક મામલાના આરોપી હિતેશ પટેલને ભારતીય તપાસ એજન્સીઓ લાંબા ગાળાથી શોધી રહ્યા હતા. ઇડીએ સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ઇડીના સૂત્રોના જણાવ્યા મુજબ, હિતેશ પટેલ ટૂંક સમયમાં ભારત લાવવામાં આવે તેવી અપેક્ષા છે. આપને જણાવી દઈએ કે, હિતેશ પટેલ પર રૂ. 8100 કરોડની મની લોન્ડરિંગનો આરોપ છે

સ્ટર્લિંગ બાયોટેક કેસ શું છે ?

સ્ટર્લિંગ ગ્રૂપના ચાર પ્રમોટર્સ રૂ. 8,100 કરોડના બેન્ક લોનના ભ્રષ્ટાચારના કેસમાં ફોજદારી તપાસ ટાળવા દેશમાંથી છુટ્યા હતા. આ આરોપીઓમાં હિતેશ પટેલ ઉપરાંત, નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા, રાજભુષણ દીક્ષિત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમંત હાથી અને વચેટીયો ગગન ધવનનો સમાવેશ થાય છે. સ્ટર્લિંગ ગ્રુપ કંપનીઓમાં સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ, પીએમટી મશીન્સ લિમિટેડ, સ્ટર્લિંગ સેજ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ, સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ, સ્ટર્લિંગ ઓઇલ રિસોર્સ લિ. અને 170 થી વધુ શેલ કંપનીઓનો સમાવેશ થાય છે.