હરિયાણવી ડાંસર અને બિગ બોસ ફેમ સપના ચૌધરીની કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા હાલ છવાયેલી છે. સપના છેલ્લા દોઢ મહિનાથી કોંગ્રેસના સંપર્કમાં છે. સૂત્રોનું કહેવું છે કે સપના ચૌધરીએ કોંગ્રેસની સામે એક શરત મૂકી છે કે જેના લીધે તેઓ અત્યાર સુધી કોંગ્રેસમાં જોડાયા નથી. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સપનાએ એવી તો કંઈ શરત રાખી હતી કે જેને કોંગ્રેસને દોઢ મહિના પછી પણ સ્વીકારી શકી નથી.
સૂત્રોનું માનવામાં આવે તો સપના ચૌધરીએ કોંગ્રેસ સામે એ શરત રાખી હતી કે જો પાર્ટી તેને ચુંટણી લડાવશે, તો જ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. હવે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસે સપનાને મથુરાથી ચુંટણી લડવાની તૈયારી કરી રહી છે. આપને જણાવી દઈએ કે સપનાની યુપી અને બિહારમાં પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. જેને જોઈને કોંગ્રેસે આ નિર્ણય લઇ શકે છે. સૂત્રોના અનુસાર તો મથુરાથી હેમા માલિનીના સામે સપનાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
કોણ છે સપના ચૌધરી?
12 વર્ષની ઉંમરે પિતાને ગુમાવનારા સપના ચૌધરીએ પોતાના જ સંઘર્ષથી પોતાના પરિવારને સંભાળ્યો છે.હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાને તેના પહેલા જ સોંગે તેને સુપરસ્ટાર બનાવી દીધી હતી. ગીતના બોલ હતા ‘સોલિડ બોડી’. એક ગીતના કારણે સપના થોડા જ દિવસોમાં હરિયાણામાં જ નહિ પરંતુ યુપી, રાજસ્થાન, દિલ્હી અને પંજાબ પણ ફેમસ થોઈ ગઈ. સપનાનો જન્મ 25 સપ્ટેમ્બર 1990 માં રોહતક માં મધ્યવર્ગીય કુટુંબમાં થયો હતો.
