Not Set/ સેલ્સટેક્સ અધિકારી રૂ. 21000ની લાંચ લેતા ઝડપાયો

આસિસ્ટન્ટ સેલ્સટેક્સ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા ટેક્સ અધિકારી જેશ સાંડપા રૂ. 21000ની લાંચ લેતા ઝડપાયો છે. ટેક્સની પેનલ્ટી રકમમાં ઘટાડો કરવા બાબતે લાંચ માંગી હતી. એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદીની પેઢીને વર્ષ ૨૦૧૪-૨૦૧૫ની ટેક્સ આકારણી અંગે લાલદરવાજા બહુમાળી ભવનમાં આવેલી સહાયક વાણિજિયક વેરા કમિશ્નર ઓફિસ તરફથી નોટીસ આપવામાં આવી હતી. ઓફિસમાં ફરજ બજાવતાં રાજય વેરા અધિકારી […]

Gujarat Others

આસિસ્ટન્ટ સેલ્સટેક્સ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા ટેક્સ અધિકારી જેશ સાંડપા રૂ. 21000ની લાંચ લેતા ઝડપાયો છે. ટેક્સની પેનલ્ટી રકમમાં ઘટાડો કરવા બાબતે લાંચ માંગી હતી. એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદીની પેઢીને વર્ષ ૨૦૧૪-૨૦૧૫ની ટેક્સ આકારણી અંગે લાલદરવાજા બહુમાળી ભવનમાં આવેલી સહાયક વાણિજિયક વેરા કમિશ્નર ઓફિસ તરફથી નોટીસ આપવામાં આવી હતી.

ઓફિસમાં ફરજ બજાવતાં રાજય વેરા અધિકારી (ટેક્સ ઓફિસર) જેશભાઇ વશરામભાઇ સાંડપા ફરિયાદીને રૂબરૂ બોલાવી તેને નોટીસમાં દર્શાવેલ ભરવાપાત્ર રકમ તેમજ પેનલ્ટીની રકમમાં ઘટાડો કરી આપવાનાં બદલામાં 21,000 રૂ.ની લાંચની માંગણી કરી હતી. જે લાંચ ફરીયાદીએ આપવી ન હોય એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી અધિકારીને ઝડપી લીધા હતા.