Not Set/ કોંગ્રેસમાં ટિકિટને લઈને ઘમાસાણા, પાર્ટી કાર્યાલય પર પોલીસ સુરક્ષા માંગવી પડી

અમદાવાદ, અમદાવાદ પ્રદેશ કોંગ્રસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા કોંગ્રેસને બળવાનો ભય સતાવી રહ્યો છે. જી હા.ગર્ભિત ભયના કારણે જ કોંગ્રેસે પોલિસ બંદોબસ્તની માંગ કરી છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વંચિત રહેલા નેતાઓના સમર્થકો કાર્યાલયમાં ઘુસી તોડફોડ કરી શકે છે.જેથી અનિચ્છનિય ઘટનાને ટાળવા કોંગ્રેસ દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં […]

Uncategorized

અમદાવાદ,

અમદાવાદ પ્રદેશ કોંગ્રસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા કોંગ્રેસને બળવાનો ભય સતાવી રહ્યો છે. જી હા.ગર્ભિત ભયના કારણે જ કોંગ્રેસે પોલિસ બંદોબસ્તની માંગ કરી છે.

ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વંચિત રહેલા નેતાઓના સમર્થકો કાર્યાલયમાં ઘુસી તોડફોડ કરી શકે છે.જેથી અનિચ્છનિય ઘટનાને ટાળવા કોંગ્રેસ દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે.

આપને જણાવી દઈયે કે દિલ્હી ખાતે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં CESની બેઠક મળી રહી છે.આ બેઠકમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ ભાગ લેવાના છે.આ બેઠકમાં ઉમેદવારના નામોની ચર્ચા કરવામાં આવનાર છે. બેઠક બાદ આજે સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.