નવી દિલ્હી,
લોકસભા ચૂંટણી 2019 નો જંગ દિવસે દિવસે વધુ રોમાંચક બની રહ્યો છે. આજે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ રાજ્યોમાં રેલીને સંબોધશે તો બીજી તરફ પ્રિયંકા ગાંધી હાલ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે. આ વચ્ચે આજે ભાજપે તેના 11 ઉમેદવારોની 12 મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકના ત્રણ-ત્રણ ઉમેદવારોનો નામ સામેલ છે.
ભાજપના 11 ઉમેદવારોની યાદી:
રાજ્ય ઉમેદવાર
જમ્મુ કશ્મીર શ્રી જમયાંગ સેરિંગ નામગ્યાલ
કર્ણાટક શ્રી અન્ના સાહેબ જોલે
કર્ણાટક શ્રી રાજા અમ્રેશ નાયક
કર્ણાટક શ્રી સંગાના કરાડી
મધ્યપ્રદેશ શ્રી ઢાલ સિંઘ બિસેન
મધ્યપ્રદેશ શ્રી રોડમલ નાગર
મધ્યપ્રદેશ શ્રી ગજેન્દ્ર પટેલ
મહારાષ્ટ્ર શ્રી રણજીત સિંઘ હિન્દુરાવ નાયક નિમ્બલકર
રાજસ્થાન રાહુલ કાસવાન
રાજસ્થાન બાલક નાથ
રાજસ્થાન કનકમલ કટારા
BJP releases 12th list of 11 candidates in Jammu & Kashmir, Karnataka, Madhya Pradesh, Maharashtra & Rajasthan for #LokSabhaElections2019 pic.twitter.com/6GNeE0K0Ab
— ANI (@ANI) March 29, 2019
