Lifestyle: જો રેફ્રિજરેટરમાં રાખ્યા બાદ પણ કોથમીર અને મરચાં જલદી બગડી જાય તો સમજી લેવું કે તમારી સ્ટોરિંગ ટેકનિકમાં કંઇક ગરબડ છે. કોથમીર અને મરચાને લાંબા સમય સુધી તાજા અને હર્યા-ભર્યા રાખવા હોય એ અંગેની ટિપ્સ (Chili Coriander Storage Tips) વિશે અહિં જણાવીશું…
કોથમીર અને મરચાને લાંબા સમય સુધી તાજા રાખવાના નુસખા (Chili Coriander Storage Tips)
હળવો ભેજ રહેવાથી અથવા તો ખોટી રીતે પૅક કરીને ફ્રીઝમાં મૂકવાથી પણ એ ઝડપથી બગડી જાય છે! સૌથી ખરાબ બાબત તો એ છે કે, એની ફ્રેશનેસ જ ખતમ થઇ જાય છે. આથી કોથમીર અને મરચાને લાંબા સમય સુધી તાજા અને હર્યા-ભર્યા રાખવા હોય એ અંગેની ટિપ્સ વિશે અહિં જણાવીશું…ચાલો હવે જાણી લઇએ, એના સ્ટોરેજની યોગ્ય પદ્ધતિ કઇ છે?

કોથમીર સ્ટોર કરવાની ટિપ્સ (Coriander Storage Tips)
આ માટે તમારે આ આ નુસખા અજમાવવાની આવશ્યકતા રહેશે.
1. કોથમીરને ધોઇને સૂકવો
તાજા ધાણા અર્થાત્ કોથમીરને લાંબો સમય તાજી રાખવા માટે તમારે સૌપ્રથમ એની ખરાબ દાંડીઓને દૂર કરી દેવાની રહેશે. ત્યાર બાદ, પાણીમાં સહેજ મીઠું (Salt) ઉમેરીને એની ગંદકી દૂર કરી લો. ત્યાર બાદ, એને સારી રીતે સૂકવીને કોઈ પણ ટિશ્યૂ પેપર અથવા તો છાપા (Tissue Paper & News Paper)થી સારી રીતે વીંટાળીને એક એરટાઇટ કન્ટેનર કે ઝીપલોક બેગમાં પૅક કરીને ફ્રીઝમાં મૂકવી. એમાં સહેજ પણ ભેજ ન રહે એનું ખાસ ધ્યાન રાખવું.

2. પાણી વાળા જારનો વપરાશ કરો
એક કાચના જારમાં થોડું પાણી ભરીને કોથમીરની ઝૂડીને એમાં ઊભી મૂકી દેવી અને એને કોઇ પૉલીથિન વડે કવર કરી લેવી. એક-બે અઠવાડિયા સુધી એને તાજી રાખવા માટેનો આ એક અત્યંત પ્રભાવશાળી નુસખો છો.
લીલા મરચાને સ્ટોર કરવાની ટિપ્સ (Chilies Storage Tips)
આ માટે તમારે આ આ નુસખા અજમાવવાની આવશ્યકતા રહેશે.
1. લીલા મરચાના ડીંટાને દૂર કરો
તાજા લીલા મરચાના ડીંટાને હળવેથી દૂર કરી લો કારણ કે, ડીંટાથી જ સડો શરુ થાય છે. ડીંટાને હટાવી દેવાથી મરચા ખરાબ થવાની સંભાવના 80% સુધી ઓછી થઇ જાય છે. એક એરટાઇટ કન્ટેનર (Airtight Container) અથવા તો પ્લાસ્ટિક બેગ (Polythene)માં નીચે ટિશ્યૂ પેપર અથવા તો છાપાનો ટુકડો વસાવીને મરચાને રાખવા. પછી મરચાની ઉપર પણ એક ટિશ્યૂ પેપર ઢાંકીને એને ફ્રિઝમાં મૂકવા. આમ કરવાથી એનો ભેજ (Humidity) શોષાઇ જાય છે અને મરચાં બગડતા નથી.

2. ઝીપ લોક બેગ
લીલા મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે સુતરાઉ કપડું પણ વાપરી શકાય છે. મરચાને સુતરાઉ કપડા (Cotton Cloth)માં વીંટાળીને અથવા તો ઝીપ લૉક બેગ (Zip lock bag)માં મૂકીને ફ્રીઝમાં મૂકવાથી એ 20 થી 25 દિવસો સુધી બગડતા નથી.
કોથમીર-મરચા સ્ટોર કરતી વખતે આટલું ધ્યાન રાખો
કોથમીર-મરચાને હંમેશા ફ્રીઝ (Refrigerator)ના નીચેના ભાગમાં અથવા તો વેજીટેબલ ડ્રોઅરમાં રાખવા જોઇએ પરંતુ, ફ્રીઝર કે એની નીચેના ભાગમાં રાખવાથી એ જલદી બગડે છે. સમયાંતરે ચેક કરતા રહેવું કે, એ પૈકી કોથમીરના કોઇ ડાંખળા કે મરચું પાણીવાળું થઇને ગળી તો નથી રહ્યું ને?
જો આમ થઇ રહ્યું હોય તો એ બગડેલો ભાગ તરત જ એમાંથી દૂર કરી દેવો જેથી બાકીના કોથમીર કે મરચાં ખરાબ ન થાય! એ ઉપરાંત, જો ટિશ્યૂ કે છાપું ભીનું થયું હોય તો એને પણ બદલી નાખવા હિતાવહ છે.
આ પણ વાંચો: આ કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ખાવાનો આનંદ બમણો કરી દેશે, આ ટ્રીકથી એકવાર બનાવી જુઓ
આ પણ વાંચો: ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો: શાકભાજીને સમાર્યા બાદ પાણીથી કેટલી વખત ધોવી જોઇએ? જાણીએ, શું છે સાચી રીત…
