Not Set/ લોકસભા ચૂંટણી 2019: વડોદરા લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

વડોદરા લોકસભા  બેઠક  અહી ૧૯૫૭માં યોજાઈ હતી પ્રથમ વાર લોકસભા ચૂંટણી આઝાદી બાદ વર્ષો સુધી આ બેઠક અહીના રાજવી પરિવારે સંભાળી મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ ૪ વખત વડોદરાનાં સાંસદ રહ્યા રણજીતસિંહ ગાયકવાડ ૨ વાર વડોદરાનાં સાંસદ રહ્યા ગાયકવાડ રાજા મરાઠી હોવાથી મરાઠીઓ પણ વધુ પ્રમાણમાં ૧૯૮૯થી ભાજપ અહી જીતતું આવ્યું છે વડોદરાનાં શહેરી મતદારોનો ઝુકાવ ભાજપ […]

Gujarat Vadodara Politics

વડોદરા લોકસભા  બેઠક 

અહી ૧૯૫૭માં યોજાઈ હતી પ્રથમ વાર લોકસભા ચૂંટણી

આઝાદી બાદ વર્ષો સુધી આ બેઠક અહીના રાજવી પરિવારે સંભાળી

મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ ૪ વખત વડોદરાનાં સાંસદ રહ્યા

રણજીતસિંહ ગાયકવાડ ૨ વાર વડોદરાનાં સાંસદ રહ્યા

ગાયકવાડ રાજા મરાઠી હોવાથી મરાઠીઓ પણ વધુ પ્રમાણમાં

૧૯૮૯થી ભાજપ અહી જીતતું આવ્યું છે

વડોદરાનાં શહેરી મતદારોનો ઝુકાવ ભાજપ તરફી

ભાજપ માટે હાલમાં સૌથી સલામત સીટ ગણાય

એટલે જ વડાપ્રધાન મોદીએ ૨૦૧૪ માં વડોદરા સીટની પસંદગી કરી હતી

૨૦૧૪માં ભાજપનાં નેતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને આપી મ્હાત

મોદીએ ૫,૭૦,૧૨૮ મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી હતી

૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી એમ બે બેઠક પરથી લડ્યા અને જીત્યા

મોદીએ વડોદરા બેઠક ખાલી કરતા પેટાચૂંટણી યોજાઈ

પેટાચૂંટણીમાં ભાજપે ૨૦૧૪ માં રંજનબેન ભટ્ટને તક આપી

૨૦૧૪ માં રંજનબેન ભટ્ટે કોંગ્રેસના નરેન્દ્ર રાવતને ૩,૨૯,૫૦૭ માટે હાર આપી

૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વડોદરાની તમામ બેઠકો કબજે કરી

અહી પરપ્રાંતિયોની સંખ્યા મોટા પ્રમાણમાં

વડોદરામાં RSS પણ મજબૂત

વડોદરામાં શિક્ષણનું ઊંચું પ્રમાણ

વાઘોડિયા સિવાય તમામ શહેરી વિસ્તાર

શહેરી વિસ્તાર હોવાથી ખેડૂતોનાં નહીવત પ્રશ્નો

 ૨૦૧૯ માટે ભાજપે ફરી એકવાર ડૉ. રંજનબેન ભટ્ટ પર કળશ ઢોળ્યો

૨૦૧૯ માટે કોંગ્રેસે પ્રશાંત પટેલનું નામ કર્યું છે જાહેર

વડોદરા બેઠકમાં આવતા વિધાનસભા વિસ્તાર

સાવલી

વાઘોડિયા

વડોદરા શહેર

સયાજીગંજ

અકોટા

રાવપુરા

માંજલપુર

કુલ વિધાનસભા સીટ –  ૭

૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપનો વિજય

જ્ઞાતિ સમીકરણ

પટેલ                              ૧૪-૧૬ ટકા

અનુસૂચિત જાતિ               ૧૬-૧૮ ટકા

ઓબીસી                        ૧૦-૧૨ ટકા

રાજપૂત                          ૧૧-૧૩ ટકા

બ્રાહ્મણ                          ૯-૧૧ ટકા

વાણીયા                         ૮-૧૦ ટકા

મુસ્લિમ                          ૧૨-૧૪ ટકા

અન્ય                               ૧૮ ટકા

 કુલ મતદારો

કુલ મતદારો:  ૧૭,૨૭,૦૦૦

 વડોદરા લોકસભાનાં વિજેતા સાંસદ

૧૯૫૨ માં અહી પ્રથમ વાર ચૂંટણી યોજાઈ હતી

વડોદરાનાં ગાયકવાડ પરિવારનાં અનેક રાજવી અહીનાં સાંસદ બન્યા

ફતેહસિંહરાવ ગાયકવાડ અહીંથી ૪ વાર કોંગ્રેસ તરફથી સાંસદ રહ્યા

રણજીતસિંહ ગાયકવાડ ૧૯૮૦ થી ૧૯૮૯ સુધી ૨ ટર્મ સાંસદ રહ્યા

૧૯૯૧થી ૧૯૯૬ સીતામાતાનાં પાત્રથી જાણીતા દીપિકા ચીખલીયા સાંસદ રહ્યા

૧૯૯૬ થી ૧૯૯૮ કોંગ્રેસનાં સત્યજીતસિંહ ગાયકવાડ સાંસદ બન્યા

૧૯૯૮ થી ૨૦૦૯ જયાબેન ઠક્કર ૩ ટર્મ માટે ભાજપ તરફથી ચૂંટાયા

૨૦૧૪ માં ભાજપનાં નેતા અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા

નરેન્દ્ર મોદીએ વારાણસીની સીટ જાળવી રાખતા વડોદરામાં પેટાચૂંટણી યોજાઈ

પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ ઉભા રહ્યા અને જીત્યા

૨૦૧૯ માટે ભાજપે ફરી એકવાર ડૉ. રંજનબેન ભટ્ટ પર કળશ ઢોળ્યો

 રંજનબેન ભટ્ટની રાજકીય કારકિર્દી (ભાજપ ઉમેદવાર)

અગાઉ એકવાર વડોદરાનાં ડેપ્યુટી મેયર બન્યા હતા

રંજનબેનનો કાર્યકર સાથેનો સંપર્ક બહોળો

ગામડામાં ઉછેર હોવાથી ખડતલ શરીર

શાળામાં હતા ત્યારે કબડ્ડી ચેમ્પિયન

૧૯૯૦ થી મહિલા સશક્તિકરણ માટે પ્રયત્નશીલ

 પ્રશાંત પટેલની રાજકીય કારકિર્દી (કોંગ્રેસ ઉમેદવાર)

વડોદરા કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ રહી ચૂક્યા છે કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ

વર્ષ 1996-97માં એમ એસ યુનિ.માં NSUI નાં વાઇસ પ્રેસિડેન્ટ બન્યા

1999-2004 સુધી વડોદરા NSUI નાં પ્રમુખ રહ્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી રહ્યા છે

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં એક વર્ષ માટે ડેલિગેટ સભ્યા રહ્યા

ડિસેમ્બર 2015 થી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે બજાવે છે ફરજ

ખેતી અને બાંધકામ ક્ષેત્રના વ્યવસાય સાથે જોડાયેલા

કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે