Not Set/ રાજકોટ: પડધરી ખાતે 1000થી વધુ ખેડૂતોએ પાક વિમો નહીં મળતા નોંધાવ્યો વિરોધ

રાજકોટ: ખેડૂતો દ્વારા પડધરી મામલતદાર ઓફિસે કરાયો ઉગ્ર વિરોધ જેમાં 1000થી વધુ ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે નોંધાવ્યો હતો વિરોધ. સાથેજ પાક વિમો નહીં મળતા મતદાનના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને રાજકીય પાર્ટીને ગામમાં પ્રવેશવા નહિ દેવાની ચીમકી પણ આપી હતી. રાજકોટના પડધરીમાં ખેડૂતો પાકવીમાને લઇને વિરોધ રાજકોટના પડધરીમાં ખેડૂતો પાકવીમાને લઇને વિરોધે ચઢ્યા. બેનરો […]

Gujarat Rajkot

રાજકોટ: ખેડૂતો દ્વારા પડધરી મામલતદાર ઓફિસે કરાયો ઉગ્ર વિરોધ જેમાં 1000થી વધુ ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે નોંધાવ્યો હતો વિરોધ. સાથેજ પાક વિમો નહીં મળતા મતદાનના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને રાજકીય પાર્ટીને ગામમાં પ્રવેશવા નહિ દેવાની ચીમકી પણ આપી હતી.

રાજકોટના પડધરીમાં ખેડૂતો પાકવીમાને લઇને વિરોધ
રાજકોટના પડધરીમાં ખેડૂતો પાકવીમાને લઇને વિરોધે ચઢ્યા. બેનરો લઇને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ. કિસાન શક્તિ જાગે, દેશની સમસ્યા ભાગેના બેનરો સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
પાકવીમો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે વરસાદની ઘટને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને પાકવીમાની આશા હતી પરંતુ પાકવીમાનો એક પણ રૂપિયો ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો.
ખેડૂતોના વિરોધને પગલે પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ખેડૂતોઓ ચક્કજામનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

[embedyt] https://www.youtube.com/watch?v=CK5XP0liET8[/embedyt]