ભાજપે પણ વાયનાડ બેઠક પરથી તેના ઉમેદવારની જાહેરાત કરી છે. આ અંગે ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે ભારત ધર્મ જન સેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લી વાયનાડથી એનડીએના ઉમેદવાર રહેશે. જણાવી દઇએ કે રાહુલ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે તેવી કોંગ્રેસે રવિવારે જાહેરાત કરી હતી.
BJP President Amit Shah tweets, "I proudly announce Shri Thushar Vellappally, President of Bharat Dharma Jana Sena as NDA candidate from Wayanad (Kerala)." (file pic) pic.twitter.com/Q1hYm87uGo
— ANI (@ANI) April 1, 2019
વેલ્લાપલ્લી નાતેસને વર્ષ 2015 માં કેરળમાં ભારત ધર્મ જન સેનાનું ગઠન કર્યું હતું કે જેના અધ્યક્ષ હવે તેના પુત્ર તુષાર વેલ્લાપલ્લી છે. આ કેરળમાં એનડીએનું એક દળ છે.
નોંધનીય છે કે રવિવારે કોંગ્રેસે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે અને ત્યારબાદ વાયનાડમાં રાહુલ ગાંધી વિરુદ્વ એનડીએમાંથી ક્યા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાહુલ ગાંધી પહેલી વાર દક્ષિણ ભારતના રાજ્યમાંથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે.
