મંતવ્ય ન્યૂઝ,
સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ફક્ત 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયો છે જો કે આ ઘટના આજે સવારે બની હતી અને ચોક્વાનારી વાત તો એ છે કે માતાની નજર સામે જ પરિચિત પાડોશીએ બાળકીને બીસ્કીટ અને ચેવડો આપવાની લાલચ આપીને ઉપાડી ગયો હતો અને પોતાના રૂમમાં જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આજુ બાજુના લોકોમાં રોષની લાગણી ફલાય ગઇ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ તેની પર આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
આ ઘટનાથી સવાલ એ થાય છે કે ફક્ત 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આર્ચયો છે તો શું નાના બાળકો પણ હવે સલામત નથી? તો હવે કોની ઉપર ભરશો કરવો તે પણ એક સવાલ લોકોના મનમાં થાય છે.
