નવી દિલ્હી,
ભારતીય જનતા પાર્ટીના સાંસદ મીનાક્ષી લેખીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અવમાનનાની અરજી દાખલ કરી છે. રાફેલ કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘રાહુલ ગાંધી’, ‘ચોકિદાર ચોર હૈ’ સામેની ટિપ્પણી વિશે સુપ્રીમ કોર્ટમાં તેમણે અવમાનનાની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ મીનાક્ષી લેખીના અવમાનનાની અરજી પર 15 એપ્રિલે નિર્ણય સંભળાવશે.

મહત્વનુ છે કે રાફેલના કિસ્સામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા આવ્યા છે. તેઓ રાફેલ મુદ્દે તેમના દરેક ભાષણોમાં ‘ચોકીદાર ચોર હે’ તરીકે સતત ટિપ્પણી કરે છે. પીએમ માટે અપમાનજનક ટીપ્પણીઓને લઈ રાહુલ સામે મીનાક્ષી લીખીએ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરી. મીનાક્ષીનો કહેવુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આવી અપમાનજનક ટિપ્પણી કરવાનો યોગ્ય નથી.
