રજાના દિવસોમાં હવે રસોઈની ઝંઝટની બચી શકાય તે માટે બ્રન્ચનો કન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે BRUCH શબ્દ BREAKFAST અને LUNCHમાંથી બન્યો છે. જેમાં તમે 10થી 2 વાગ્યા સુધી જમવાનું અને નાસ્તામી મિક્સ રેસીપી દ્વારા બ્રન્ચનો આનંદ ઉઠાવી શકો છો. અને તેમાં વિવિધ વાનગીની મજા માણી શકો છો.
સામગ્રી | |
1 કપ | ઓટ્સ |
1 કપ | ઢોંસાનું ખીરું |
½ કપ | ફણગાવેલાં કઠોળ |
1 | ડુંગળી ઝીણી સમારેલી |
3 | મરચાં ઝીણાં સમારેલાં |
2 ટે.સ્પૂન | ફુદીનાની ચટણી |
જરૂર મુજબ ઓલિવ ઓઇલ | |
કાળા તલ જરૂરિયાત મુજબ | |
2 | ટામેટાં ઝીણાં સમારેલાં |
4 -5 | પાન લેટયૂસકે કોબીના |
½ | લીંબુનો રસ |
મીઠું સ્વાદ પ્રમાણે |
રીત :
ફણગાવેલાં કઠોળને એક બાઉલમાં ભરીને તેમાં ડુંગળી, લીલાં મરચાં, મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું. | |
બીજા બાઉલમાં ઓટ્સ નાંખીને તેમાં મીઠું તથા ઢોંસાનું ખીરું તથા થોડી ફુદીનાની ચટણી ઉમેરીને આ મિશ્રણ બરાબર હલાવી લેવું. | |
તેમાં જરૂરિયાત મુજબનું જ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવું. હવે નોન સ્ટિક તવી લઇને તેને ધીમી આંચે થોડી ગરમ થવા દેવી | |
નોન સ્ટિક તવીમાં થોડું ઓલિવ ઓઇલ લઇને કડછીમાં થોડું ખીરું લઇને ગોળ પાથરી દેવું. | |
તેની ઉપર ફણગાવેલાં કઠોળ, કાળા તલ અને સમારેલાં ટામેટાં ભભરાવવાં અને થોડીવાર ઉત્તપમને શેકાવા દેવા. એકબાજુ શેકાઇ જાય એટલે ઉત્તપમને બીજી બાજુ પણ કરકરા શેકી લેવાં. | |
બધા જ ઉત્તપમ તૈયાર થઈ જાય એટલે કોબી કે લેટ્યૂસનાં પાનને ઝીણાં સમારી તેમાં ઓલિવ ઓઇલ, મીઠું તથા લીંબું મિક્સ કરીને સલાડ જેવું બનાવી લેવું. | |
જ્યારે ઓટ્સ ઉત્તપમ સર્વ કરો ત્યારે આ સલાડને ગાર્નિશ કરીને ઓટ્સ ઉત્તપમ સર્વ કરવા. |
નોંધ :
બાળકો માટે તમે નાના બેબી ઓટ્સ ઉત્તપમ પણ બનાવી શકો છો.
કાળાતલ ભાવતા હોય તો જ ભભરાવવા
સિઝન પ્રમાણે તમે લીલી ડુંગળી, ફણસી, ગાજરને પણ ઝીણાં સમારીને ઉપયોગમાં લઇ શકો છો.