રજાના દિવસોમાં હવે રસોઈની ઝંઝટની બચી શકાય તે માટે બ્રન્ચનો કન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે BRUCH શબ્દ BREAKFAST અને LUNCHમાંથી બન્યો છે. જેમાં તમે 10થી 2 વાગ્યા સુધી જમવાનું અને નાસ્તામી મિક્સ રેસીપી દ્વારા બ્રન્ચનો આનંદ ઉઠાવી શકો છો. અને તેમાં વિવિધ વાનગીની મજા માણી શકો છો.
| સામગ્રી | |
| 1 કપ | ઓટ્સ |
| 1 કપ | ઢોંસાનું ખીરું |
| ½ કપ | ફણગાવેલાં કઠોળ |
| 1 | ડુંગળી ઝીણી સમારેલી |
| 3 | મરચાં ઝીણાં સમારેલાં |
| 2 ટે.સ્પૂન | ફુદીનાની ચટણી |
| જરૂર મુજબ ઓલિવ ઓઇલ | |
| કાળા તલ જરૂરિયાત મુજબ | |
| 2 | ટામેટાં ઝીણાં સમારેલાં |
| 4 -5 | પાન લેટયૂસકે કોબીના |
| ½ | લીંબુનો રસ |
| મીઠું સ્વાદ પ્રમાણે | |
રીત :
| ફણગાવેલાં કઠોળને એક બાઉલમાં ભરીને તેમાં ડુંગળી, લીલાં મરચાં, મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું. | |
| બીજા બાઉલમાં ઓટ્સ નાંખીને તેમાં મીઠું તથા ઢોંસાનું ખીરું તથા થોડી ફુદીનાની ચટણી ઉમેરીને આ મિશ્રણ બરાબર હલાવી લેવું. | |
| તેમાં જરૂરિયાત મુજબનું જ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવું. હવે નોન સ્ટિક તવી લઇને તેને ધીમી આંચે થોડી ગરમ થવા દેવી | |
| નોન સ્ટિક તવીમાં થોડું ઓલિવ ઓઇલ લઇને કડછીમાં થોડું ખીરું લઇને ગોળ પાથરી દેવું. | |
| તેની ઉપર ફણગાવેલાં કઠોળ, કાળા તલ અને સમારેલાં ટામેટાં ભભરાવવાં અને થોડીવાર ઉત્તપમને શેકાવા દેવા. એકબાજુ શેકાઇ જાય એટલે ઉત્તપમને બીજી બાજુ પણ કરકરા શેકી લેવાં. | |
| બધા જ ઉત્તપમ તૈયાર થઈ જાય એટલે કોબી કે લેટ્યૂસનાં પાનને ઝીણાં સમારી તેમાં ઓલિવ ઓઇલ, મીઠું તથા લીંબું મિક્સ કરીને સલાડ જેવું બનાવી લેવું. | |
| જ્યારે ઓટ્સ ઉત્તપમ સર્વ કરો ત્યારે આ સલાડને ગાર્નિશ કરીને ઓટ્સ ઉત્તપમ સર્વ કરવા. |
નોંધ :
બાળકો માટે તમે નાના બેબી ઓટ્સ ઉત્તપમ પણ બનાવી શકો છો.
કાળાતલ ભાવતા હોય તો જ ભભરાવવા
સિઝન પ્રમાણે તમે લીલી ડુંગળી, ફણસી, ગાજરને પણ ઝીણાં સમારીને ઉપયોગમાં લઇ શકો છો.
