Not Set/ ટિકિટ પર PM મોદીની તસવીરને લઇ રેલવેની કડક કાર્યવાહી, રેલવેના 4 અધિકારી સસપેન્ડ

લોકસભા ચૂંટણીમાં ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા કરાતા પ્રચાર-પ્રસાર પર ચૂંટણી પંચે લાલ આંખ કરતા નેતાઓના પ્રચાર પર રોક લગાવી છે તો ચૂંટણી પંચે વધુ એક સખત પગલું ભરતા ટ્રેનની ટિકિટો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છપાતા રેલવેને નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ રેલવેએ આ માટે જવાબદાર તેના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 2 […]

Top Stories

લોકસભા ચૂંટણીમાં ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા કરાતા પ્રચાર-પ્રસાર પર ચૂંટણી પંચે લાલ આંખ કરતા નેતાઓના પ્રચાર પર રોક લગાવી છે તો ચૂંટણી પંચે વધુ એક સખત પગલું ભરતા ટ્રેનની ટિકિટો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છપાતા રેલવેને નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ રેલવેએ આ માટે જવાબદાર તેના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

સોમવારે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સખત કાર્યવાહી ના કરતા ઝાટકણી કાઢી હતી જેને પગલે ચૂંટણી પંચે સૌથી પહેલા નેતાઓના પ્રચાર પર રોક લગાવી હતી અને ત્યારબાદ અન્ય ક્ષેત્રોમાં પણ આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્વ કડક કાર્યવાહી કરી રહી હતી.

રેલવે મંત્રાલયના સૂત્રો અનુસાર ગંગા સતલજ એક્સપ્રેસના થર્ડ એસીમાં ટિકિટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છપાયેલી હતી. આ ટ્રેન બારાબંકીથી વારાણસી જઇ રહી હતી. આ મામલે હોબાળો મચ્યો હતો અને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ત્યારબાદ ચૂંટણીપંચે રેલવેને નોટિસ ફટકારી હતી અન હવે રેલવેએ તેના કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરતા 4 કર્મચારીઓને સસપેન્ડ કર્યા છે. જણાવી દઇએ કે રેલવે ટિકિટ પર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) દરેક માટે ઘરના ઘરની જાહેરાત છપાયેલી હતી.