અમદાવાદ,
આચાર સંહિતાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની મીટિંગ પર રોક લગાવતી અરજી પર ચૂકાદો આપ્યો છે કે સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સંઘ પર ચૂંટણી માટે લાગૂ કરાયેલી આચાર સંહિતા લાગૂ પડતી નથી. ઉલ્લેખનિય છે કે હાઈકોર્ટમાં ચૂંટણી પંચે ફરિયાદ કરીને મહેસાણા જિલ્લાની દૂધ ઉત્પાદક સંઘની સ્પેશિયલ મીટિગ પર રોક લગાવાની માંગ કરી હતી. ચૂંટણી પંચની ફરિયાદ પર સુનાવણી હાથ ધરાતા કોર્ટે કહ્યું કે મીટિંગથી લોકસભાની ચૂંટણીમાં મતદારો પર કોઈ અસર થતી નથી. મતદારો આ પ્રકારની બેઠકથી પ્રભાવિત ના થતા હોવાથી સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સંઘો પર આચાર સંહિતા લાગૂ પડી શકે નહિં તેવો ચૂકાદો આપયો હતો.
