Not Set/ ચૂંટણીની સિઝનમાં પ્રિન્ટિંગ પ્રેસ અને ઇ-કોમર્સ કંપનીઓને કમાણી

નવી દિલ્હી, લોકસભા ચૂંટણીમાં સૌથી પ્રચાર પ્રસાર માટે સૌથી વધુ ઉપયોગ ચૂંટણી લક્ષી સામગ્રીઓનો થતો હોય છે. દેશમાં ચૂંટણી આવે એટલે નાના વેપારીઓથી લઈ મોટા વેપારીઓનો ચૂંટણી લક્ષી સામગ્રીઓનો બિઝનેસ પુરજોશમાં શરૂ થઈ જાય છે. વિવિધ પક્ષોને તેમના પ્રતિકો અને ઉમેદવારોના નામો સહિતની ડિઝાઈનો ચૂંટણી ટાણે બહોળી સંખ્યામાં છપાવવાની જરૂર પડે છે અને પ્રિન્ટીંગ કરતી […]

Top Stories

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણીમાં સૌથી પ્રચાર પ્રસાર માટે સૌથી વધુ ઉપયોગ ચૂંટણી લક્ષી સામગ્રીઓનો થતો હોય છે. દેશમાં ચૂંટણી આવે એટલે નાના વેપારીઓથી લઈ મોટા વેપારીઓનો ચૂંટણી લક્ષી સામગ્રીઓનો બિઝનેસ પુરજોશમાં શરૂ થઈ જાય છે. વિવિધ પક્ષોને તેમના પ્રતિકો અને ઉમેદવારોના નામો સહિતની ડિઝાઈનો ચૂંટણી ટાણે બહોળી સંખ્યામાં છપાવવાની જરૂર પડે છે અને પ્રિન્ટીંગ કરતી કંપનીઓ દ્વારા તેમની જરૂરીયાતોને પુરી પાડવામાં આવે છે અને તે છાપકાર કરતા વેપારીઓ ચૂંટણી લક્ષી કેટલીક સામગ્રીઓ ઓનલાઈન મંગાવતા હોય છે.

આ પ્રકારે દરેક રાજકીય પક્ષ મોટા પ્રમાણમાં પ્રચાર-પ્રસારના ઉદ્દેશ સાથે ચૂંટણીની સામગ્રી છપાવતા હોય છે. ચૂંટણીના આ સમયગાળામાં સૌથી વધુ નફો અને કમાણી પ્રિન્ટિંગ પ્રેસ અને ઇ-કોમર્સ કંપનીઓને થતો હોય છે. તેનું કારણ કેટલાક વેપારીઓ આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી બહોળી સંખ્યામાં સામગ્રીનો ઓર્ડર કરે છે. ચૂંટણીમાં ચૂંટણી સામગ્રીનો વ્યાપાર ફૂલ્યોફાલ્યો રહે છે. આ વર્ષે પણ મોટા પ્રમાણમાં ચૂંટણી સામગ્રીનું વેચાણ જોવા મળ્યું છે.