Not Set/ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, ભુજમાં આવતીકાલે જનસભા સંબોધિત કરશે

ભુજ, લોકસભા ચૂંટણીના પ્રચારાર્થે રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે અને તે ગુજરાતના ભુજ ખાતે જય નગર પાસે આવેલા પ્રાઈમ કોમર્શિયલ ગ્રાઉન્ડમાં આવતીકાલે સાંજે 4 કલાકે સભા સંબોધિત કરશે. લોકસભા ચૂંટણીમાં ક્ચ્છ કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ના પ્રચાર અર્થે હજી સુધી કોઈ સ્ટાર પ્રવક્તા કે નેતાઓ આવ્યા નથી ત્યારે હવે સીધા રાષ્ટ્રીય અધ્યક્ષ […]

Top Stories

ભુજ,

લોકસભા ચૂંટણીના પ્રચારાર્થે રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે અને તે ગુજરાતના ભુજ ખાતે જય નગર પાસે આવેલા પ્રાઈમ કોમર્શિયલ ગ્રાઉન્ડમાં આવતીકાલે સાંજે 4 કલાકે સભા સંબોધિત કરશે. લોકસભા ચૂંટણીમાં ક્ચ્છ કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ના પ્રચાર અર્થે હજી સુધી કોઈ સ્ટાર પ્રવક્તા કે નેતાઓ આવ્યા નથી ત્યારે હવે સીધા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભુજમાં જંગી જનમેદની ને સંબોધિત કરવાના છે.

રાષ્ટ્રીય અધ્યક્ષના આગમન થકી કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છમાં વર્તમાન પરસ્થિતિ જોતા કોંગ્રેસ તરફી ઝોક રહેવા પામ્યો છે ત્યારે રાહુલ ગાંધીનું ભાષણ કચ્છની જનતા પર કેવું પ્રભુત્વ જમાવશે તે જોવું રહ્યું. હાલમાં ભુજમાં સભાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ મેદાનના મંચ પરથી સભા સંબોધી ચુક્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી કચ્છની જનતાને સંબોધિત કરી ઉમેદવાર નરેશ મહેશ્વરી ને વિજયી બનાવવા અપીલ કરશે. આ જનસભા દરમિયાન કોંગ્રેસ પ્રદેશ નેતાઓ , ક્ચ્છ-મોરબીના ધારાસભ્યો ઉપરાંત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.