Not Set/ જૂતું ફેંકનાર શક્તિ ભાર્ગવ આયકર વિભાગની ઝપેટમાં, તેની સામે બેનામી સંપત્તિનો કેસ

નવી દિલ્હી, દિલ્હીમાં બીજેપીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા પર જૂતું ફેંકનાર શક્તિ ભાર્ગવ વિશે ચોંકાવનારી વિગત સામે આવી છે. હાલમાં શક્તિ ભાર્ગવ બેનામી સંપત્તિ અને અઘોષિત આવકની આયકર વિભાગની તપાસનો સામનો કરી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શક્તિ ભાર્ગવે 3 બંગલા ખરીદ્યા હતા જેના માટે તેમણે તેના ખાતામાંથી રૂ.11.5 કરોડ રૂપિયાની ચૂકવણી […]

Top Stories

નવી દિલ્હી,

દિલ્હીમાં બીજેપીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા પર જૂતું ફેંકનાર શક્તિ ભાર્ગવ વિશે ચોંકાવનારી વિગત સામે આવી છે. હાલમાં શક્તિ ભાર્ગવ બેનામી સંપત્તિ અને અઘોષિત આવકની આયકર વિભાગની તપાસનો સામનો કરી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શક્તિ ભાર્ગવે 3 બંગલા ખરીદ્યા હતા જેના માટે તેમણે તેના ખાતામાંથી રૂ.11.5 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. આ બંગલા શક્તિ ભાર્ગવે તેની પત્ની, બાળકો અને સંબંધીઓના નામે ખરીદ્યા હતા.

આયકર વિભાગે સર્ચ ઓપરેશન દરમિયાન શક્તિ ભાર્ગવના ઘરેથી 28 લાખ રૂપિયાની રોકડ અને 50 લાખ રૂપિયાના ઝવેરાત જપ્ત કર્યા હતા. આ માટે કરાયેલી પૂછપરછમાં શક્તિ ભાર્ગવે રૂ.10 કરોડથી વધુની રકમ માટેની કમાણીના સ્ત્રોત અંગે ચુપકીદી સાધી હતી.

હકીકતમાં, સીબીઆઇએ બ્રિટિશ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડના તત્કાલીન સીએમડી સહિત અન્ય અધિકારીઓ વિરુદ્વ નાણાંકીય અનિયમિતતાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ 2018માં શક્તિ ભાર્ગવના ઠેકાણાઓ પર રેડ પડાઇ હતી. શક્તિ ભાર્ગવ પોતાને BICL કેસમાં વ્હિસલ બ્લોઅર બતાવતા હતા.

તપાસમાં શક્તિ ભાર્ગવની અનેક કંપનીઓ હોવાનો પણ ખુલાસો થયો હતો. તપાસમાં આ અંગેની જાણકારી આયકર વિભાગ કે અન્ય કોઇ સરકારી એજન્સીને આપવામાં આવી નહોતી. તેથી ગોપનીય રીતે એવી કંપનીઓને ચલાવાઇ રહી હતી કે જેનો સંબંધ માત્ર શક્તિ ભાર્ગવથી જ હતો.

એક જાણકારી મુજબ શક્તિ ભાર્ગવે ખરીદેલા ત્રણ બંગલાના સંદર્ભે ભાર્ગવના જ પરિવારજનોએ તેની વિરુદ્વ ત્રાસની ફરિયાદ દાખલ કરી હતી. શક્તિ ભાર્ગવે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વિરુદ્વ એક અરજી દાખલ કરી હતી જેને રદ કરતા કોર્ટે સીબીઆઇને શક્તિ ભાર્ગવ વિરુદ્વ કેસ દાખલ કરીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

શક્તિ ભાર્ગવ વિરુદ્વ દરેક આરોપ ગંભીર એ માટે પણ કહી શકાય. જેનું કારણ ફેસબૂક પ્રોફાઇલથી મળેલ જાણકારી છે. જેમાં તે ખુદને એક વ્હિસલ બ્લોઅર તરીકે રજૂ કરે છે. તે સાથે જ સરકારની નીતિને લઇને પણ તેમણે નારાજગી દર્શાવી છે. હાલ તો સરકારની ટીકા કરનાર શક્તિ ભાર્ગવ ખુદ જ આયકર વિભાગની ઝપેટમાં છે.