Not Set/ બોટાદ: હનુમાન જયંતિનો પાવન પર્વ, જુઓ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની આરતી

બોટાદ, હનુમાન જંયંતિનો આજે પર્વ છે.રાજ્ય અને દેશભરમાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.વાત કરીએ સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરની તો ત્યાં વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે લાઇનમાં ઉભા રહી ગયા છે અને હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો અહીંયા આવી ગયા હતા.બપોરના 11 કલાકે […]

Top Stories Trending Videos

બોટાદ,

હનુમાન જંયંતિનો આજે પર્વ છે.રાજ્ય અને દેશભરમાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.વાત કરીએ સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરની તો ત્યાં વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે લાઇનમાં ઉભા રહી ગયા છે અને હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો અહીંયા આવી ગયા હતા.બપોરના 11 કલાકે હનુમાનજીને અન્નકૂટ ધરાવવામાં આવશે.તેમજ ઉનાળો હોવાથી દર્શનાર્થે આવનાર ભક્તો માટે ખાસ છાસ અને ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આજે આખો દિવસ હનુમાન જી મદિર ખુલ્લું રહેશે.

બરવાળા તાલુકાના સાળગપુર ખાતે આવેલ સુ પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન જી મદિર ખાતે આજે હનુમાન જયતી ને લઈ વહેલી સવાર થી જ દાદા ના દર્શન માટે ભક્તો ની લાઇન જોવા મળી હતી.જેવા મદિર ના દરવાજા ખુલ્યા કે લોકો દાદા દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.મંગલા આરતી નો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.જો આજે કાર્યક્રમ ની વાત કરવામાં આવે તો સવારે 7 વાગે શણગાર આરતી. 7 વાગે મારુતિ યજ્ઞ શરૂ થશે જેમાં પહેલી વાર દંપતી જોડે બેસશે તેમજ બપોરના 11કલાકે અન્નકૂટ આરતી તેમજ ઉનાળો હોય આવનાર ભક્તો માટે છાસ ,ઠડા પીણાં નું આયોજન કરવામાં આવેલ છે તેમજ આજે આખો દિવસ હનુમાન જી મદિર ખુલ્લું રહેશે .ત્યારે આજે હનુમાન જયતી ને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે