હાર્દિકના 32 અને કૃણાલના 37 રનની આક્રમક બેટિંગથી અને બોલરોની ઘાતક બોલિંગના સહારે મુંબઇએ આઇપીએલ 12 ના 34માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને 40 રને હરાવ્યું હતું.
The @mipaltan are now on the No.2 position in the #VIVOIPL points table after Match 34. pic.twitter.com/8gIxcufL8g
— IndianPremierLeague (@IPL) April 18, 2019
દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા મુંબઇએ 5 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 9 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી હતી અને દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ તરફથી રાહુલ ચાહરે 3, બુમરાહે 2 જ્યારે પંડ્યા બ્રધર્સે 1-1 વિકેટ લીધી હતી.
હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. આ જીતની સાથે જ ત્રણ વારની ચેમ્પિયન મુંબઇ પોઇન્ટ ટેબલમાં 12 અંકો સાથે બીજા સ્થાન પર પહોંચી ચૂકી છે. દિલ્હી એક સ્થાન ગુમાવીને પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.
A well deserved Man of the Match award for Hardik Pandya for his overall performance 👌👌#MumbaiIndians pic.twitter.com/62e8mHj9Kr
— IndianPremierLeague (@IPL) April 18, 2019
બંને ટીમ
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, બેન કટિંગ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જયંત યાદવ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા
દિલ્હી કેપ્ટિલ્સ: શિખર ધવન, પૃથ્વી શૉ, કોલીન મુનરો, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), ક્રિસ મોરિસ, કિમો પોલ, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને અમિત મિશ્રા
