ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહેલા એનડી તિવારીના પુત્ર રોહિત શેખરના મોત મામલે ખુલાસો થયો છે. શુક્રવારે રોહિત શેખરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં ખુલાસો કરાયો હતો કે રોહિત શેખરનું મોત સામાન્ય ન હતું. આ રિપોર્ટ બાદ કેસની તપાસ દિલ્હી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. રોહિતના સંદિગ્ધ મોતના મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ કરાયો છે. ક્રાઇમ બ્રાંચે અજ્ઞાત વિરુદ્વ હત્યાનો કેસ દાખલ કર્યો છે.
#UPDATE Delhi Police: Postmortem report of late ND Tiwari's son Rohit Shekhar Tiwari reveals 'unnatural death'. Case registered under section 302 of the IPC (murder case) against unknown persons. https://t.co/RI3AMT7KW1
— ANI (@ANI) April 19, 2019
જાણકારી અનુસાર આજે ક્રાઇમ બ્રાંચની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ડિફેંસ કોલોની સ્થિત રોહિતના ઘરે પહોંચી હતી. હાલમાં ક્રાઇમ બ્રાંચ રોહિતના ઘરની તપાસ કરીને હત્યાનું કારણ જાણવા માટે પ્રયાસ કરી રહી છે.
નોંધનીય છે કે રોહિત શેખર તિવારીનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મંગળવારના રોજ મૃત્યુ નિપજ્યું હતું. તેની તબિયત અચાનક લથડતા તેને મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા ડોક્ટર દ્વારા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.
