આજે ગુજરાતની કુલ 26 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. ત્યારે સુરક્ષા અને મતદાતાઓને કોઇ તકલીફો ન પડે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. પુરી તૈયારીઓ કરી હોવા છતા પણ ઘણી જગ્યાએ ઇવીએમ ખોટકાયા હોવાનુ સામે આવ્યુ છે. ગુજરાતનાં છોટાઉદેપુરનાં મતદાન મથકો પર ઇવીએમ ખોટકાયા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. બે વાર ઇવીએમ ખોટકાઇ પડતા ત્રીજુ મશીન લગાવવાની ફરજ પડી છે.
મતદાન માટે સવારથી જ અલગ-અલગ સ્થળો પર લાઇન જોવા મળી રહી છે. જો કે ઘણા મતદાન મથકો પર મશીન બગડ્યુ હોવાનુ અને મતદાતાઓને રાહ જોવી પડી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. વેરાવળ તાલુકાની વાત કરવામાં આવે તો અહી ઇવીએમ મશીન શરૂ ન થતા મતદાતાઓને અડધા કલાકથી પણ વધુ રાહ જોવી પડી હતી. જેના કારણે મતદાન મથક પર લોકોની લાંલાઇન થઇ ગઇ હતી. વળી તેવો જ કિસ્સો હિંમતનગરમાં પણ જોવા મળ્યો હતો.
નેતાઓની વાત કરવામાં આવે તો સીએમ વિજય રૂપાણીએ તેમના પત્નિ અંજલીબેન સાથે રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કર્યુ હતુ. વળી વડાપ્રધાન મોદીને વાત કરીએ તો તેમણે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ. જ્યારે ગુજરાતનાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ. વળી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ પ્રાથમિક શાળા કેશવપુરા આંકલાવ ખાતે મતદાન કર્યુ હતુ.
તલોદ તાલુકાનાં સુલતાનપુરા અને વિજયનગરનાં ચિઠોડામાં પહેલો વોટ કરવાની સાથે જ ઇવીએમ ખોટકાયુ હતુ. જેના કારણે મતદાતાઓને ઘણી રાહ જોવી પડી હતી. આશરે 35 મીનિટ બાદ ટેકનિકલ સ્ટાફની મદદથી ઇવીએમને ચાલુ કરાયુ હતુ.
