દેશભરમાં મંગળવારે ગુજરાત અને કેરળ સહિત કુલ 15 રાજ્યોની 116 બેઠકો માટે મતદાન સંપન્ન થયું છે. ત્રીજા તબક્કામાં દેશભરમાં ચૂંટણીપંચની સત્તાવાર એપ વોટર ટર્નઆઉટના આંકડાઓ અનુસાર કુલ 66.27 ટકા મતદાન નોંધાયું છે. આજે સંપૂર્ણ દિવસના મતદાન દરમિયાન અનેક જગ્યાએ ઇવીએમ ખોટકાઇ જવાની ફરિયાદ મળી હતી. તે ઉપરાંત પશ્વિમ બંગાળમાં અનેક જગ્યાએ હિંસાના બનાવો બન્યા હતા. મુર્શિદાબાદમાં પણ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં વોટિંગ માટે લાઇનમાં ઉભેલા એક વોટરનું મોત નિપજ્યું હતું. એ સિવાય અન્ય એક બૂથ પાસે અજ્ઞાત લોકોએ બોમ્બ ફેંક્યો હતો. ત્રીજા તબક્કામાં આસામમાં સર્વાધિક 80.75 ટકા મતદાન નોંધાયું છે. જમ્મુ કશ્મીરમાં સૌથી ઓછું માત્ર 12.86 ટકા મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એલ કે અડવાણી, અરુણ જેટલી, મનમોહન સિંહ, પી વિજયન, ધર્મેન્દ્ર પ્રધાન જેવા દિગ્ગજ નેતા ઉપરાંત સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે, અભિનેતા મોહનલાલ સહિતના લોકોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ચૂંટણીપંચની સત્તાવાર એપ વોટર ટર્નઆઉટના મતદાનના આંકડાઓ પ્રમાણે દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 66.27 ટકા મતદાન નોંધાયું છે.
ક્યાં રાજ્યમાં કેટલું મતદાન
રાજ્ય મતદાન
આસામ 80.75 ટકા
બિહાર 59.97 ટકા
ગોવા 73.88 ટકા
ગુજરાત 63.71 ટકા
જમ્મુ-કશ્મીર 12.86 ટકા
કર્ણાટક 67.71 ટકા
કેરળ 72.95 ટકા
મહારાષ્ટ્ર 59.74 ટકા
ઓરિસ્સા 62.49 ટકા
ત્રિપુરા 79.92 ટકા
ઉત્તર પ્રદેશ 61.40 ટકા
પશ્વિમ બંગાળ 80.25 ટકા
છત્તિસગઢ 68.41 ટકા
દાદરા અને નગરહવેલી 79.59 ટકા
દમણ અને દીવ 71.82 ટકા
ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓના ભાવિનો ફેંસલો આ ચરણના મતદાનથી થવાનો છે. મતદાન શરૂ થયા બાદ અમદાવાદથી વોટિંગ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોટર આઇડીને લોકતંત્રની તાકાત બતાવી હતી.
ગુજરાતની 26, કેરળની 20 બેઠકો ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રની 14-14, અસમની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ઓરિસ્સાની 6, ઉત્તર પ્રદેશની 10, પશ્વિમ બંગાળની 5, ગોવાની 2 અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તેમજ ત્રિપુરાની 1-1 બેઠક માટે મતદાન થયું હતું.
દેશના અનેક બુથ પર મતદારોની લાંબી કતારો લાગી હતી જેમાં મતદારોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઇ શકાતો હતો. મતદારોમાં અનેક મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને પહેલી વાર મતદાન કરનારા મતદારોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
અનેક જગ્યાએ ઇવીએમમા તકનિકી ક્ષતિઓ પણ નોંધાઇ હતી પરંતુ ત્યારબાદ ગરબડ ઠીક થયા બાદ મતદાન પૂર્વવત થયું હતું. ગુજરાતના એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક બૂથો પર ઇવીએમમાં ખરાબી જોવા મળી હતી. દેશભરમાં ગરમીનો પારો ઉચો રહેવા છતાં મતદારોની લાંબી કતાર જોવા મળી હતી.
આ સિવાય અનેક જગ્યાએ અથડામણ અને મારામારીની ઘટના પણ થઇ હતી. જેમા મુર્શિદાબાદમાં ટીએમસીના ત્રણ કાર્યકરો પર બોમ્બ ફેંકાતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તે સિવાય મોરાદાબાદમાં પણ ભાજપના કાર્યકરોએ બૂથ પર ફરજ બજાવી રહેલા કર્મીની ધોલાઇ કરી હતી. તે સિવાય ભાજપના કાર્યકરોએ પ્રજ્ઞા સિંઘ ઠાકુરના રોડ શોમાં કાળો ઝંડો લઇને વિરોધ કરી રહેલા એનસીપીના કાર્યકરની ધોલાઇ કરી હતી. બીજેબેહરા પોલિંગ બૂથ પર પણ અથડામણ થઇ હતી.
દેશભરની દિવસ દરમિયાનની મતદાનની અપડેટ્સ
ઓરિસ્સાના કેન્દ્રપારા લોકસભા બેઠકના ઉમેદવાર બેજયન્ત જય પાન્ડાએ ભુવનેશ્વરમાં વોટિંગ કર્યું હતું
Odisha: BJP's Lok Sabha candidate from Kendrapara, Baijayant Jay Panda, casts his vote for #LokSabhaElections2019 and #OdishaAssemblyElections at Booth No. 19 in Bhubaneswar. pic.twitter.com/E1pymZWOd7
— ANI (@ANI) April 23, 2019
ગુજરાતના જુનાગઢમાં આવેલા ગીરના જંગલમાં માત્ર એક મતદાર માટે પોલિંગ બૂથ રખાયું છે. આ એકમાત્ર મતદાર ભરતદાસ બાપુએ કહ્યું હતું કે “સરકાર એક મત માટે આ પોલિંગ બૂથ પર ખર્ચ કરે છે. મે મતદાન કર્યું છે અને હું દર ચૂંટણીમાં અચૂકપણે મતદાન કરું છુ. હું દેશના દરેક નાગરિકને સંપૂર્ણ મતદાન માટે અપીલ કરું છું.”
Gujarat:A polling booth in Gir Forest has been set up for 1 voter in Junagadh.Voter Bharatdas Bapu says,“Govt spends money for this polling booth for 1 vote.I've voted&it's 100% voter turnout here.For 100% voter turnout everywhere,I request all to go&vote.” #LokSabhaElections2019 pic.twitter.com/N0xYNKSK0S
— ANI (@ANI) April 23, 2019
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા જગદીશ શેટ્ટારે હુબાલી ખાતે વોટિંગ કર્યું હતું
Former Karnataka Chief Minister and BJP leader, Jagadish Shettar casts his vote at a polling booth in Hubballi-Dharwad, Karnataka. #LokSabhaElections2019 pic.twitter.com/U6wKT2Q7WA
— ANI (@ANI) April 23, 2019
થિરુવનંથપુરમના વટ્ટીયુરકાવુ ખાતે અબિન બાબુ નામના મતદારે વીવીપેટ મશીન અંગે ખોટી ફરિયાદ કરતા તેની ધરપકડ કરાઇ હતી. તેને દાવો કર્યો હતો કે વીવીપેટમાં તેનો મત તેને કરેલા મત કરતા વિરુદ્વ અન્ય ઉમેદવારને ગયો હતો.
Thiruvananthapuram: Abin Babu, a voter at booth no. 151 in Vattiyoorkavu, was arrested for allegedly making a false complaint about malfunctioning of polling machine. He had alleged that VVPAT displayed his vote had gone to another candidate, not to the one he voted for. #Kerala
— ANI (@ANI) April 23, 2019
બીજેપીના ઉમેદવાર વરુણ ગાંધીએ પિલીભીત મતવિસ્તારની મુલાકાત લીધી હતી અને સમર્થકો સાથે સેલ્ફી પણ પડાવી હતી
BJP candidate from Pilibhit parliamentary constituency, Varun Gandhi visits a polling booth in Pilibhit and clicks selfies with supporters. pic.twitter.com/EpIuCrZqZn
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 23, 2019
મહારાષ્ટ્રના પૂણે ખાતે એક કન્યાએ તેના લગ્ન પહેલા મતદાન કરીને તેને રાષ્ટ્રીય ફરજ ગણાવી હતી
Maharashtra: Shraddha, a bride, casts her vote at a polling station in Pune ahead of her wedding. Shraddha says, "It is our national duty. I felt a little nervous but I liked it". #LokSabhaElection2019 pic.twitter.com/YyhItHN3wu
— ANI (@ANI) April 23, 2019
ઓરિસ્સાના કન્ટાપા ગામ ખાતે મતદાન મથક પર ફરજ બજાવી રહેલા કર્મચારીનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી નિધન થયુ હતું
Odisha: A polling official at booth number 41 in Kantapal village in Dhenkanal passes away, after collapsing while on duty. #LokSabhaElections2019 #OdishaElections2019
— ANI (@ANI) April 23, 2019
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરોએ બોગસ વોટિંગનો આરોપ કરીને નેશનલ કોન્ફરન્સ પોલિંગ એજન્ટને માર માર્યો હતો
Jammu & Kashmir: Peoples Democratic Party (PDP) supporters thrash a National Conference (NC) polling agent at Bijbehara polling station of Anantnag district, alleging bogus voting. #LokSabhaElections2019 pic.twitter.com/yay2nDMQlI
— ANI (@ANI) April 23, 2019
સમાજવાદી પાર્ટીના નેતા અને SP-BSP-RLD ના ઉમેદવાર આઝમખાન અને તેના પુત્ર અબ્દુલ્લા આઝમખાને વોટિંગ કર્યું હતું
Samajwadi Party leader and SP-BSP-RLD candidate from Rampur, Azam Khan, and his son Abdullah Azam Khan, cast their vote at a polling station in the district pic.twitter.com/b0UDW7Mw1s
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 23, 2019
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આસામના દિસપુરથી વોટિંગ કર્યું હતું
Assam: Former Prime Minister of India, Dr Manmohan Singh leaves after casting his vote at a polling booth in Dispur. #LokSabhaElections2019 pic.twitter.com/vrdI28NIXw
— ANI (@ANI) April 23, 2019
સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુરના રોડ શો દરમિયાન એનસીપીના કાર્યકરે પ્રજ્ઞા સિંઘ ઠાકુર સામે કાળો ઝંડો ફરકાવતા બબાલ થતા ભાજપના કાર્યકરોએ એનસીપીના કાર્યકર સાથે મારપીટ કરી હતી
Madhya Pradesh: BJP workers thrashed an NCP worker at SDM office in Bhopal after he allegedly showed black flags to Pragya Singh Thakur, BJP LS candidate from Bhopal, during her roadshow. pic.twitter.com/WsbgIiThWD
— ANI (@ANI) April 23, 2019
નાણાંમંત્રી અને બીજેપી નેતા અરુણ જેટલીએ અમદાવાદમાં વોટિંગ કર્યું હતું
Gujarat: Finance Minister & BJP leader Arun Jaitley casts his vote at a polling booth in Ahmedabad. #LokSabhaElections2019 pic.twitter.com/5hEiMJsJo7
— ANI (@ANI) April 23, 2019
ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ અમદાવાદની શાહપૂર હિન્દી સ્કૂલમાં વોટિંગ કર્યું હતું.
Gujarat: Veteran BJP leader LK Advani casts his vote at a polling booth at Shahpur Hindi School in Ahmedabad. pic.twitter.com/u5UoSPBCCA
— ANI (@ANI) April 23, 2019
મધ્યપ્રદેશના ભોપાલમાં ભાજનાપ ઉમેદવાર પ્રજ્ઞા સિંઘ ઠાકુરનો રોડ શો યોજાયો હતો
Madhya Pradesh: BJP LS candidate from Bhopal, Pragya Singh Thakur holds a roadshow in Bhopal. pic.twitter.com/a6By2J0EzF
— ANI (@ANI) April 23, 2019
કેરળના કન્નુરમાં આવેલા કન્ડાકાઇ વોટિંગ બૂથ પર સાપ નીકળ્યો હતો, જો કે સાપને પક્ડયા બાદ મતદાન પ્રક્રિયા પૂર્વવત થઇ છે
Kerala: A snake was found at a polling booth in Kannur's Kandakai. Polling resumed after the snake was caught. #LokSabhaElections2019
— ANI (@ANI) April 23, 2019
કોંગ્રેસના સીનિયર નેતા અને ગુરબર્ગા બેઠકના ઉમેદવાર મલ્લિકાર્જૂન ખારગેએ વોટિંગ કર્યું હતું.
Karnataka: Senior Congress leader and Gulbarga candidate Mallikarjun Kharge casts his vote at polling booth number 119 in Gulabarga. #LokSabhaElections2019 pic.twitter.com/GgGH8i19IA
— ANI (@ANI) April 23, 2019
ગોઆના મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને તેના પત્ની સુલક્ષણા સાંવતે મતદાન કર્યું હતું
Goa Chief Minister Pramod Sawant and wife Sulakshana Sawant cast their votes at polling booth no. 47 in Sankhali Lok Sabha constituency. pic.twitter.com/uv0pVH5cBy
— ANI (@ANI) April 23, 2019
ફિલ્મ અભિનેતા સની દેઓલ ભાજપમાં જોડાયા છે
Delhi: Actor Sunny Deol to join Bharatiya Janata Party shortly pic.twitter.com/W78GvdKsxG
— ANI (@ANI) April 23, 2019
અભિનેતા મમોત્તી અને મોહનલાલ પણ વોટિંગ માટે પહોંચ્યા હતા
Kerala: Veteran actors Mammootty and Mohanlal cast their votes in Kochi and Thiruvananthapuram respectively. #LokSabhaElection2019 pic.twitter.com/qwrr4JfQcV
— ANI (@ANI) April 23, 2019
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રાલેગાવ સિદ્વિ વિસ્તારમાં તેનો કિંમતી વોટ આપ્યો હતો
Social activist Anna Hazare after casting his vote in Ralegan Siddhi,Ahmednagar District, Maharashtra. #LokSabhaElections2019 pic.twitter.com/KAGwbSc1EQ
— ANI (@ANI) April 23, 2019
મોરાદાબાદમાં ભાજપના કાર્યકરોએ ચૂંટણી અધિકારીની ધોલાઇ કરી હતી. આરોપ હતો કે તે મતદારોને સમાજવાદી પાર્ટીને વોટ આપવા માટે અપીલ કરી રહ્યો હતો
#WATCH Moradabad: BJP workers beat an Election Official at booth number 231 alleging he was asking voters to press the 'cycle' symbol of Samajwadi party pic.twitter.com/FokdXCAJ1z
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 23, 2019
મુર્શિદાબાદમાં ટીએમસીના ત્રણ કાર્યકરો તેના પર ફેંકાયેલા ક્રૂડ બોમ્બને કારણે ઇજાગ્રસ્ત થયા હતા
West Bengal: Three TMC workers injured after a crude bomb was hurled at them. The incident took place in Domkal municipality in Murshidabad pic.twitter.com/zHlVechLCz
— ANI (@ANI) April 23, 2019
માલ્ડાની કોટવાલી સ્કૂલમાં એક પુત્ર તેની 87 વર્ષની વૃદ્વ માતાને મત આપવા માટે લઇને આવ્યો હતો
West Bengal: Man carries his 87-year mother to polling booth in Kotwali Primary Junior Basic School, in Malda #LokSabhaElections2019 pic.twitter.com/qYJ17Hj240
— ANI (@ANI) April 23, 2019
રાજકોટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેના પત્ની અંજલી સાથે વોટિંગ કર્યું હતું
Gujarat Chief Minister Vijay Rupani and wife Anjali cast their vote at a polling booth in Anil Gyan Mandir school in Rajkot #LokSabhaElections2019 pic.twitter.com/miLteXNl9X
— ANI (@ANI) April 23, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેનો કિંમતી વોટ આપ્યા બાદ કહ્યું હતું કે આતંકવાદનું શસ્ત્ર IED છે જ્યારે વોટર આઇડી એ લોકશાહીની તાકાત છે
#WATCH PM Narendra Modi after casting his vote in Ahmedabad says, " The weapon of terrorism is IED, the strength of democracy is voter ID." #LokSabhaElections2019 pic.twitter.com/X0LBPI5qcu
— ANI (@ANI) April 23, 2019
