લોકસભાની ચૂંટણીને લઇને દિલ્હીની ઉત્તર-પશ્વિમ બેઠકને લઇને ચાલતી અનેક અટકળો વચ્ચે હવે ભાજપે આ બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી છે. દિલ્હીની ઉત્તર-પશ્વિમી બેઠક માટે ભાજપે ગાયક હંસ રાજ હંસની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. આ રીતે ભાજપની ટિકિટ પર ઉદિત રાજ ચૂંટણી લડશે તેવી અટકળોનો અંત આવ્યો છે. ભાજપે સાત ઉમેદવારોની જાહેરાત કરી છે.
આ પહેલા ભાજપે દિલ્હી માટે આ ઉમેદવારોની જાહેરાત કરી છે
નવી દિલ્હી – મીનાક્ષી લેખી
ચાંદની ચોક – ડો.હર્ષવર્ધન
પૂર્વીય દિલ્હી – ગૌતમ ગંભીર
પશ્વિમ દિલ્હી – પ્રવેશ વર્મા
ઉત્તર-પશ્વિમ – હંસ રાજ હંસ
ઉત્તર-પૂર્વીય દિલ્હી – મનોજ તિવારી
દક્ષિણી દિલ્હી – રમેશ બિધૂડી
