વડોદરા : વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરાને કોર્ટે ન્યાય આપ્યો છે. આ સગીરા સાથે દુષ્કર્મ ગુજરનાર આરોપીને ન્યાયધીશે દોશી ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની સખત કેદનો આદેશ આપ્યો હતો.
સમગ્ર ઘટના વર્ષ 2017ની છે. સગીરાનું આરોપી અમીનખાન મુસ્તુફાખાન પટેલએ અપહરણ કર્યુ બાદમાં કોઇ માદક પદાર્થ પિવડાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આરોપીએ સગીરાને ઘરે મુકી જાઉ કહી અપહરણ કર્યુ અને બાદમાં તેને માદક પદાર્થની સિગારેટ પિવડાવી દુષ્કર્મ કર્યુ હતુ. આ કેસમાં ૧૧ સાક્ષી અને ર૧ દસ્તાવેજી પુરાવા વંચાણે લેવામાં આવ્યા હતા અને ન્યાયાધીશે પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમ હેઠળ આરોપીને કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદનો આદેશ કર્યો હતો.
