Not Set/ મારુતિ વર્ષ 2020માં ડીઝલ કારોનાં ઉત્પાદન પર લગાવશે રોક, શું છે કારણ જાણો

દેશમાં મારુતિની ગાડીઓનું વેચાણ સૌથી વધુ જોવા મળ્યુ છે. ત્યારે કંપનીએ એક એવો નિર્ણય લીધો છે કે જેને જાણી મારુતિનાં ચાહકોમાં નારાજગી પ્રસરી શકે છે. મારુતિએ ગુરુવારે એક મોટુ એલાન કરતા આવતા વર્ષથી ડીઝલ કારોનાં ઉત્પાદનમાં રોક લગાવી દીધી છે. મારુતિએ ગુરુવારે મોટુ એલાન કરતા કહ્યુ કે, કંપની 1 એપ્રિલ 2020થી ડીઝલ કારોનાં ઉત્પાદનમાં રોક […]

Tech & Auto

દેશમાં મારુતિની ગાડીઓનું વેચાણ સૌથી વધુ જોવા મળ્યુ છે. ત્યારે કંપનીએ એક એવો નિર્ણય લીધો છે કે જેને જાણી મારુતિનાં ચાહકોમાં નારાજગી પ્રસરી શકે છે. મારુતિએ ગુરુવારે એક મોટુ એલાન કરતા આવતા વર્ષથી ડીઝલ કારોનાં ઉત્પાદનમાં રોક લગાવી દીધી છે.

મારુતિએ ગુરુવારે મોટુ એલાન કરતા કહ્યુ કે, કંપની 1 એપ્રિલ 2020થી ડીઝલ કારોનાં ઉત્પાદનમાં રોક લગાવવા જઇ રહી છે. મારુતિનાં ચેયરપર્સન આરસી ભાર્ગવે ન્યૂઝ એજન્સી પીટીએઇને જણાવ્યુ કે, તે 1500 સીસીથી નીચેની કારોમાં હવે ડીઝલ એન્જિન આપશે નહી. તેમણે ઉમેરુ કે, 1500 સીસીથી નીચેની કારોમાં ડીઝલ એન્જિનનું કોઇ ભવિષ્ય નથી. સાથે તેમણે કહ્યુ કે, માર્કેટમાં આ સેંગમેટની માંગમાં વધારો થશે તો ત્યારે ઉત્પાદનને ચાલુ રાખવામાં આવશે. તમને જણાવી દઇએ કે, મારુતિ દરવર્ષે 4,50,000 ડીઝલ કારોનું વેચાણ કરે છે. જે તેમના વાર્ષિક વેચાણનું 30 ટકા છે.