નવી દિલ્હી,
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રાહોર કર્યા છે. તેમણે કહ્યુ છે કે જો વડાપ્રધાન મોદી સત્તામાં ફરી આવે છે તો તેના જવાબદાર રાહુલ ગાંધી રહેશે. કોંગ્રેસ પર દિલ્હીની સાતે બેઠકો જીતવાનો વિશ્વાસ ન હોવાના કારણે અરવિદ કેજરીવાલે આ બેઠકો પર પોતાના ઉમેદવારોને ટિકીટ આપી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ.
ગુરુવારે આમ આદમી પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. જે બાદ કેજરીવાલે કહ્યુ કે, અમે છેલ્લા બે મહિનાથી ગઢબંધન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ કઇક અલગ જ વિચારી રહી છે. મારા દુઃખ સાથે કહેવુ પડે છે કે મોદી-શાહ સત્તા પર આવશે તો તે માટે માત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ જવાબદાર રહેશે. કેજરીવાલે આપ પાર્ટી પર પોતાના વિશ્વાસને દર્શાવતા કહ્યુ કે, અમે દિલ્હીમાં ભાજપાને હરાવી શકીએ છીએ. આપ પાર્ટીનો જન્મ કોંગ્રેસ શાસન દરમિયાન ભ્રષ્ટાચાર વચ્ચે થયો હતો. તેમણે કહ્યુ કે, દેશમાં બની રહેલા માહોલને જોતા અમે કોંગ્રેસ સાથે ગઢબંધનનો વિચાર કર્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિ અલગ બની છે. બંન્ને પાર્ટીઓ હવે દિલ્હીમાં પોતાના દમ પર જ ચુંટણી લડશે.
