Not Set/ ક્રોધ બની શકે છે સ્વાસ્થ્યનો મોટો શત્રુ, જાણો તેના ઉપાય

નવી દિલ્હી, દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર કાર્ય ન થવા પર સમય સમય પર ક્રોધ આવી જાય છે. ત્યારે કહી શકાય કે કોઈ પણ વસ્તુની અધિકતા ક્યારેક ખતરનાક બની શકે છે. ક્રોધ સ્વાસ્થ્ય, શાંતિ અને કેરિયરનો મોટો દુશ્મન છે. જ્યારે પણ તમે તમારા જીવનનું મૂલ્યાંકન કરો તો તમને ખબર પડશે કે જ્યારે પણ વ્યક્તિને કોઈ […]

Health & Fitness Lifestyle

નવી દિલ્હી,

દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર કાર્ય ન થવા પર સમય સમય પર ક્રોધ આવી જાય છે. ત્યારે કહી શકાય કે કોઈ પણ વસ્તુની અધિકતા ક્યારેક ખતરનાક બની શકે છે. ક્રોધ સ્વાસ્થ્ય, શાંતિ અને કેરિયરનો મોટો દુશ્મન છે.

જ્યારે પણ તમે તમારા જીવનનું મૂલ્યાંકન કરો તો તમને ખબર પડશે કે જ્યારે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે કોઈને કોઈ રૂપ ક્રોધ જ જવાબદાર હોય છે. ક્રોધ આવવો તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ થોડીક વાતોનું ધ્યાન રાખીને ક્રોધની તીવ્રતાને ઓછી કરી શકો છો.

તમારી ભૂલને લીધે કોઈ બીજાને ગુસ્સો આવી જાય તો તાત્કાલિક સોરી કહી દો. જો તમને કોઈ મદદમાં આવે તો તેને થેન્કયૂ કહો. આ બંને શબ્દો ખૂબ જ ચમત્કારિક છે. આવું કરવાથી તમે સફળતા, શાંતિ અને આનંદની તરફ ચાર પગલાં ભરશો.

શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછું હોવાને લીધે પણ ક્રોધ આવે છે. તેથી ક્રોધ આવવા પર કેલેરી આપનાર ખોરાક જેવાં કે ગ્લુકોઝનું પાણી, ટોફી, કેડબરી, ગ્લુકોઝનાં બિસ્કિટ વગેરે ખાવા જાઈએ.

ક્રોધનું વાતાવરણ થઈ ગયું હોય તો તે જગ્યાએથી દૂર થઈ જાવ અને ઠંડુ પાણી પી લો.

ક્રોધ આવવા પર મૌનવ્રત ધારણ કરી લો અથવા તો પોતાનું ધ્યાન અન્ય કાર્યમાં પરોવી દો, જેમ કે ટીવી જાવું, મ્યુઝિક સાંભળવું, વાંચવું કે પછી ફરવા માટે નીકળી જવું.