Not Set/ ગુજરાતમાં અગ્નિવર્ષા અવિરત, 108 ઇમરજન્સીને એક જ દિવસમાં મળ્યા આટલા કેસ

અમદાવાદ, સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે જિલ્લામાં બે દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સનસ્ટ્રોકની અસર વર્તાઈ રહી છે તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જતા જનજીવન અને પશુ-પંખીઓ પર તેની અસર જોવા મળી રહી છે. આગ ઓકતી ગરમીને પગલે અમદાવાદમાં ગઇકાલે 30 લોકો બેભાન થયા હતા.ગુજરાતમાં 108 […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે જિલ્લામાં બે દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સનસ્ટ્રોકની અસર વર્તાઈ રહી છે તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જતા જનજીવન અને પશુ-પંખીઓ પર તેની અસર જોવા મળી રહી છે.

આગ ઓકતી ગરમીને પગલે અમદાવાદમાં ગઇકાલે 30 લોકો બેભાન થયા હતા.ગુજરાતમાં 108 ઇમરજન્સીને એક જ દિવસમાં 500થી પણ વધુ લોકો દિવસભર મળ્યા હતા.જેમાં રાજ્યભરના બેઙાન થવાનો આંકડો 100ને પાર ગયો હતો.છાતી અને પેટમાં દુખાવો, ચક્કર આવવા, નાક-કાનમાંથી લોહી નીકળવું, પડી જવાના, ઉલ્ટી થવાની અનેક ફરિયાદો દિવસભર મળી હતી.ગઇકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પેટમાં દુખાવાની 24, બ્લડ પ્રેશરની 3, છાતીમાં દુખાવાની 10, ચક્કર આવવાની 3, અને પડી જાવની 9 ફરિયાદ આવી હતી.