નવી દિલ્હી,
આરબીઆઇએ દેશની પાંચ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેંટ ઇંશ્યૂર્સ પર દંડ ફટકાર્યો છે. આ ઇંશ્યૂર્સમાં વોડાફોન એમ પૈસા અને ફોન પે સામિલ છે. આ કંપનીઓ દ્વારા આરબીઆઇના દિશા નિર્દેશોનું પાલન ના કરતા આ દંડ ફટકારાયો છે. તે સિવાય બે અમેરિકન કંપની વેસ્ટર્ન યૂનિયન ફાઇનાન્સિયલ સર્વિસીઝ ઇંક અને મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ પર પણ દિશા-નિર્દેશ ના માનવા પર પેનલ્ટી ફટકારાઇ છે.
દેશની સર્વોચ્ચ બેન્કે આ અંગે જણાવ્યું હતું કે RBI એ દિશા-નિર્દેશોનું પાલન ના કરનારી પાંચ પીપીઆઇ ઇંશ્યૂર્સ પર સેક્શન 30ના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ પેનલ્ટી ફટકારી છે.
કંપની પેનલ્ટી
વોડાફોન એમ પૈસા 3.05 કરોડ રૂપિયા
ફોનપે 1 કરોડ રૂપિયા
WUFSI 29,66,959 રૂપિયા
Y CASH 5,00,000 રૂપિયા
મનીગ્રામ 10,11,653 રૂપિયા