મંતવ્ય ન્યૂઝ,
ગઢડામાં વોલ્વો બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આજે ગઢડા મંદિર ટ્રસ્ટ બોર્ડની ચૂંટણીનું આજે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે સુરતથી મતદારો મત આપવા ગઢડા આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. બસમાં સવાર મતદારો ગઢડા ચૂંટણીમાં મતદાન કરવા જઇ રહ્યા હતા.

તે દરમિયાન અકસ્માત સર્જાતા બસમાં સવાર મતદારો બસમાં ફસાયા હતા. જો કે આ અકસ્માતની ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
