બનાસકાંઠામાં આવેલા ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં વહેલી સવારે મહિલા ડેરીના મંત્રી ઉપર હુમલાની ઘટના સામે આવી. ગામના જ શખ્સો દ્વારા હુમલો કરવાની આ ઘટનાની ધાનેરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો, આજે સવારે છ વાગે ગામ ના ઈસમો દ્રારા જ ડેરી ના મંત્રી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે દેવાભાઈ એ ધાનેરા પોલીસ મથકે ગામના શંકરભાઇ વોહતા પટેલ વિરભાન ભાઈ જેસુગભાઈ પટેલ અને રગાભાઈ જોઇતાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ત્રણ ઈસમોએ મહિલા ડેરી ના મંત્રી ને આ મહિલા ડેરી કેમ ચલાવે છે તેમ કહી ને વધુ બોલચાલી થતા હુમલો ને અંજામ આપવામાં આવ્યો હતો પણ આજુબાજુ ના લોકોએ વચ્ચે પડતા મંત્રી ને બચાવી લેવામાં આવ્યા હતા આ ઈસમો દ્રારા માર મારવાથી ધાયલ મંત્રી ને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બાબતે ધાનેરા પોલીસે ગુન્હો નોંધી આગળ ની તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

