ભારતીય વાયુસેનાનાં ફાઇટર પ્લેન દ્રારા પાકિસ્તાન તરફથી આવી રહેલ અને ભારતની વાયુસીમાનું ઉલ્લંઘન કરી લગભગ 70 કિ.મી. સુધી ભારતીય વાયુસીમામાં ધુસ્સી આવેલ જ્યોર્જીયાનાં Antonov- 12 કાર્ગો પ્લેનને વાયુસેનાનાં જયપુર એર બેઇઝ પર તાકીદે લેન્ડ કરવાની ફરજ પાડી હતી.

મળતી માહિતી અનુસાર યુક્રેનની એન્જીંયરીંગ કંપની ”MotorSich”એ લીઝ પર લીધેલું જ્યોર્જીયાનું AN-12 કાર્ગો પ્લેન પાકિસ્તાનનાં કરાચીમાં કંપનીનો સામાન અનલોડ કરી ત્યાથી દિલ્હી માટે નિર્ધારીત સમયે ઉડાન ભરવાનું હતું. પરંતુ પ્લેન અચાનક પોતાનાં નિર્ધારીત સમયથી વિપરીત અને કરાચી-દિલ્હીની હવાઇ પટ્ટીને બદલે ગુજરાતનાં કચ્છનાં રણ પ્રદેશમાં 70 કિલોમીટર સુધા અંદર આવી જતા, ભારતીય વાયુસેનાનાં રડારમાં ઝપાયું હતું. પોતાની ઝડપ અને ચપળતા માટે જાણીતી ભારતીય વાયુસેના દ્રારા જયપુર એર બાઇઝથી ઉડેલા બે સુખોઇ SU-30 MKIએ ગણતરીની છણોમાં AN-12ને આંતરી લીધુ હતું. વાયુસેનાનાં સુખોઇ ફાઇટર દ્રારા AN-12 પ્લેનને સંદેશો આપવામાં આવ્યો હતો. AN-12 દ્રારા વાયુસેના સંદેશાનો જવાબ આપવામાં ન આવતા, ભારતીય ફાઇટરો દ્રારા પ્લેનને જયપુર એર બેઇઝ પર તાકીદે ઉતરણ કરાવવામા આવ્યું હતુ.
ભારતીય વાયુસેના દ્રારા AN-12નાં પાયલોટની પુછપરછ કરવામાં આવી રહી હતી. પ્લેન માલવાહક જ્યોર્જીયાનું હોવાની અને યુક્રેનની એન્જીંયરીંગ કંપનો સામાન લઇ પાકિસ્તાનનાં કરાચી અને ભારતનાં દિલ્હી ખાતે અનલોડીંગ શ્કેડ્યુલ હોવાની પ્રથમિક જાણકારી સામે આવી છે.
