સુલ્તાનપુરમાં મુખ્ય મુકાબલો ભાજપ વિરુદ્ધ સપા-બસપા ગઠબંધન વચ્ચેનો માનવામાં આવે છે ત્યારે આજે મતદાનનાં દિવસે ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધી અને બીએસપી ઉમેદવાર સોનુ સિંહ વચ્ચે માંઠાગાંઠ જોવા મળી હતી. મેનકા ગાંધીએ બસપા ઉમેદવાર સોનુ સિંહનો માર્ગ રોકી રીતસરનાં ઘમકાવી નાખી દબંગાઈ નહીં ચાલે, દબંગાઇ બંધ કરવા તાકીદ કરી હતી.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન યુપીનાં સુલ્તાનપુરમાં મતદાન ચાલુ રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી અને બીએસપી ઉમેદવાર ચંદ્રભદ્ર સિંહ ઉર્ફે સોનુ સિંહ વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઇ ગઇ હતી. ભાજપનાં આખા બોલા અને દબંગાઇથી ચૂંટણી પ્રચારમાં ભાષણ કરતા જોવા મળેલા મેનકા ગાંધીએ સોનુ સિંહને દબંગાઈ કામ કરશે નહીં. તેવી ચેતાવણી આપતા ભાજપનાં સમર્થકો અને મતદારોને ધમકાવવાનો સોનું સિંહ પર સીધો જ આરોપ મૂક્યો હતો. આપને જણાવી દઇએ કે બસપાનાં ઉમેદવાર સોનુ સિંહની છબી બાહુબલી નેતા તરીકેની છે અને આ વખતે સુનતાનપુરમાં મુખ્ય મુકાબલો મેનકા ગાંધી અને સોનુ સિંહ વચ્ચે માનવામાં આવે છે.

મીડિયા અહેવાલો અનુસાર, શનિવારની રાતે સુલતાનપુરમાં કેન્દ્રીયમંત્રી અને ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધીનાં ટેકેદારો પર બસપાનાં કાર્યકરતાઓ દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ સોનુ સિંઘના ટેકેદારોએ મેનકા ગાંધીની પ્રચાર ઝુંબેશમાં કાર્યરત લગભગ અડધા ડઝન કાર્યકરતાને માર માર્યો હતો. આ મામલે ગુસ્સે ભરાયેલા મેનકા ગાંધીએ અને સોનુ સિંહ આજે મતદાનનાં દિવસે જ સવારનાં રસ્તા પર જ રોકી પોતાની દબંગાઇનો પરીચય આપ્યો હતો.
Not Set/
લોકસભા-2019 : સુલ્તાનપુરમાં ઉમેદવારો વચ્ચે બોલાચાલી, મેનકા-સોનું સિંહ આવી ગયા સામે-સામે
સુલ્તાનપુરમાં મુખ્ય મુકાબલો ભાજપ વિરુદ્ધ સપા-બસપા ગઠબંધન વચ્ચેનો માનવામાં આવે છે ત્યારે આજે મતદાનનાં દિવસે ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધી અને બીએસપી ઉમેદવાર સોનુ સિંહ વચ્ચે માંઠાગાંઠ જોવા મળી હતી. મેનકા ગાંધીએ બસપા ઉમેદવાર સોનુ સિંહનો માર્ગ રોકી રીતસરનાં ઘમકાવી નાખી દબંગાઈ નહીં ચાલે, દબંગાઇ બંધ કરવા તાકીદ કરી હતી. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન યુપીનાં […]
