Not Set/ કંગના રાણાવતની બહેન રંગોલીએ રિચા ચઢ્ઢાને બતાવી બેરોજગાર, જાણો શું છે કારણ

બોલિવુડ એક્ટ્રેસ કંગના રાણાવતની બહેન રંગોલી ગમે ત્યારે ઈન્ડસ્ટ્રીઝનાં લોકો સાથે ઝઘડો કરતી હોય છે. હાલમાં જ રંગોલીએ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ને મળેલા નેગેટિવ રિવ્યૂ પર કરન જોહરને આડે હાથ લીધા હતા. હવે રંગોલીએ ટ્વિટર પર બોલિવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર એક પોસ્ટ લખીને તેને બેરોજગાર ગણાવી છે. રિપોર્ટ્સ અનુસાર, રિચા એક ટીવી શોમાં […]

Uncategorized

બોલિવુડ એક્ટ્રેસ કંગના રાણાવતની બહેન રંગોલી ગમે ત્યારે ઈન્ડસ્ટ્રીઝનાં લોકો સાથે ઝઘડો કરતી હોય છે. હાલમાં જ રંગોલીએ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ને મળેલા નેગેટિવ રિવ્યૂ પર કરન જોહરને આડે હાથ લીધા હતા. હવે રંગોલીએ ટ્વિટર પર બોલિવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર એક પોસ્ટ લખીને તેને બેરોજગાર ગણાવી છે.

રિપોર્ટ્સ અનુસાર, રિચા એક ટીવી શોમાં આવી હતી અને તેણે અહીંયા વર્ડ વોર પર વાત કરી હતી. રિચાએ કહ્યું હતું કે જો તેને કોઈ પણ વ્યક્તિને લઈ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો તે બધાની સામે કે પછી સોશિયલ મીડિયામાં આ વાત શૅર કરશે નહીં. તે ચૂપ એટલા માટે નથી કે તેને કોઈ બાબતનો ડર છે પરંતુ એટલા માટે ચૂપ રહેશે કારણ કે તે કોઈની પણ સાથે વિવાદ કરવા માંગતી નથી. રિચાએ આ વાત કંગનાનાં સંદર્ભમાં કહી હતી.

રિચાની આ કોમેન્ટ્સ બાદ રંગોલી ગુસ્સે ભરાઇ ગઈ હતી. તેણે ટ્વિટર પર એક પછી એક ટ્વીટ્સ કરી હતી. રંગોલીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘હું જોઈ રહી છું કે રિચા જેવા લોકો કંગનાનાં બિંદાસ અંદાજ પર વાત કરે છે અને કહે છે કે તેને વર્ડ વોરમાં પડવું નથી. હું લોકોને પૂછું છું કે શું તેની પાસે કોઈ બીજો વિકલ્પ છે?’

https://twitter.com/Rangoli_A/status/1127470537389662208

બીજી ટ્વીટમાં રંગોલીએ લખ્યું છે, જો બોલિવુડનાં દિગ્ગજ આ લોકોને બ્લેક લિસ્ટ કરી દે તો શું આ લોકો કામ કરી શકશે? કોઈ પણ મદદ વગર જીવી શકશે? આ પ્રકારનાં લોકોએ સમજવું જોઈએ કે આજે કંગના જે પણ છે, તેને બનવામાં 14 વર્ષ લાગ્યા છે. 14 વર્ષમાં કંગનાએ પોતાની જાતને એટલી સ્ટ્રોંગ બનાવી છે, જેથી પોતાને એવી જગ્યાએ લઈ જઈ શકે જ્યાં પૂરી ઈન્ડસ્ટ્રીઝ પણ વિરોધમાં હોય તો પણ કામ મળતું રહે. આ સમજવાની જરૂરી છે કે જો આજે તે આવી છે, તો આની પાછળનું કારણ શું છે? અને કેટલીક બેરોજગાર એક્ટ્રેસિસ તથા મૂવી માફિયા કંગનાને જ્ઞાન આપે છે કે આ પ્રકારની લડાઈ ના કરે.

https://twitter.com/Rangoli_A/status/1127470841334132736

કંગનાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલમાં ‘પંગા’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રિચાનો પણ મહત્વનો રોલ છે. કંગનાની ‘મેન્ટલ હૈં ક્યા’ 26 જુલાઈનાં રોજ રિલીઝ થવાની છે.

ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલાં કંગનાએ બોલિવુડ એક્ટર રણબીરને ગેરજવાબદાર નાગરિક કહ્યો હતો. સાથે જ આલિયાની ‘મણિકર્ણિકા’નાં વખાણ ના કરવાને લઈ ફરિયાદ કરી હતી. હાલમાં જ રણબીરે એક ઈવેન્ટમાં કંગનાની વાત પર કહ્યું હતું કે તેને ખ્યાલ છે કે તે શું છે. તેને કોઈને જવાબ આપવાની જરૂર નથી. કંગના તેને નાપસંદ કરતી નથી. તેણે હંમેશા કહ્યું છે કે તેણે એક અભિનેતા તરીકે તથા એક વ્યક્તિ તરીકે કંગનાનાં હંમેશા વખાણ કર્યાં છે.