Not Set/ કાશ્મીરી બાળક સાથે CRPFનાં જવાને કર્યો આ વ્યવહાર, વીડિયો થયો વાયરલ

દેશમાં જ્યા લોકોનું ધર્મનાં નામે વિભાજન થઇ રહ્યુ છે ત્યારે માનવતા ક્યા ખોવાઇ તે ગંભીર સવાલ બનીને સામે આવ્યો છે. એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના વધવાની જગ્યા નફરતનું મોંઝુ ચારેબાજુ ફરી વળ્યુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં CRPFનો એક જવાન ભુખ્યા બાળકને પોતાના હાથથી જમાડતો નજરે ચડી રહ્યો છે. આ મનમોહક વીડિયો […]

India Videos

દેશમાં જ્યા લોકોનું ધર્મનાં નામે વિભાજન થઇ રહ્યુ છે ત્યારે માનવતા ક્યા ખોવાઇ તે ગંભીર સવાલ બનીને સામે આવ્યો છે. એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના વધવાની જગ્યા નફરતનું મોંઝુ ચારેબાજુ ફરી વળ્યુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં CRPFનો એક જવાન ભુખ્યા બાળકને પોતાના હાથથી જમાડતો નજરે ચડી રહ્યો છે. આ મનમોહક વીડિયો આજે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

https://twitter.com/NooriBadat/status/1128167369010970630

જમ્મુ-કાશ્મીરનાં CRPFનાં 49 બટાલિયનનાં એક હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર ઈકવાલ સિંહ પોતાના હાથથી એક કાશ્મીરી બાળકને જમવાનું ખવડાતો એક વીડિયો સામે આવ્યો છે. જ્યા એક તરફ માનવતા મરવા પડી છે ત્યારે એક માસૂમ બાળકને પોતાના હાથથી જમાડતો આ જવાનનો વીડિયો ઘણો મનમોહક લાગે છે. સવાલ બને છે કે, દેશની સુરક્ષા કરનાર જવાન અને દેશનું ભવિષ્ય કહેવાતા બાળક વચ્ચે જે સંબંધ આ વીડિયોમાં દેખાઇ રહ્યો છે તે જ માનવતાનો સાચો ધર્મ કહી શકાય ખરા?