ગુજરાત જાણે ખેડૂતો સાથે છેતરપીંડીનો ગઢ બની ગયો હોય તેમ એક બાદ એક કૌભાંડો અને છેતરપીંડીઓ સામે આવતા ખેડૂતોની આતરડી કકળી ઉઠી હોય તેમ ખેડૂતોમાં એક જ સવાલ જોવા મળી રહ્યો છે. હજુ કેટલા કૌભાંડો ? હવે તો હાવ રાખો !!
ફરી સામે આવ્યું એક નવું કૌભાંંડ
મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ અને બાકી રહી ગયુ હતું તેમ, હવે જે વસ્તુ પર ખેડૂતનો સંપૂર્ણ દામોદાર છે. તે બિયારણમાં પણ કૌભાંડ સામે આવી ગયું. જી હા સૌરાષ્ટ્ર-રાજકોટનાં ખેડૂતોને નકલી બિયારણ ઘાબડાતું હોવાનું સામે આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટનાં ખેડૂતોની સજાગતાથી બહાર આવેલ નકલી બિયારણ કૌભાંડનાં પડધા પૂરા ગુજરાતમાં સંભળાઇ રહ્યા છે.

નકલી બિયારણ કૌભાંડ
સૌરાષ્ટ્રનાં ખેડૂતો પાંચ પૈસા બચાવવાની લાહ્યમાં બિયારણની ખરીદી કરવા દલાલ મારફતે સીધા બિયારણ ઉત્પાદન કરતી ફેક્ટરી પર પહોંચ્યા હતા. ખેડૂતોને દલાલે વિશ્વાસમાં લીધા હતા કે સીધી જ ખરીદી, જો બિયારણ ઉત્પાદન કરતી કંપની પાસેથી કરવામાં આવે તો ભાવમાં ખાસો ફરક પડશે. દલાલ ખેડૂતોને ગાંધીનગર પાસે આવેલ માણસા વિસ્તારની એક કંપનીમાં લાવ્યો હતો. માણસા બિયારણ અને ખારત ઉત્પાદન કંપી માટે ગુજરાતમાં જાણીતુ હોવાથી ખેડૂતો ભોળવાયા અને દલાલનાં કહેવા મુજબ ખરીદી માટે સંમત થયા. જે બિયારણ 650થી 700 રૂપીયામાં મળે છે તે ફક્ત 350થી 400માં મળવાની વાતતો આનંદ દાયક હતી. કંપની બજાર કિંમતનાં અડદા ભાવે પોતાને બિયારણ આપી રહી હોવાની વાત આમતો ખશુનો વિષય હતો. પરંતુ ખેડૂતોને આવું કેમ તે પ્રશ્ન ઉદભવ્યો.
માણસામાં ફાલે ફૂલે છે આ ધૂતારા
પ્રાથમિક તપાસમાં જ વાતમાં કઇક કાળા-ધોળું હોવાનું પ્રતિત થયુ. હકીકતમાં ભાવ આટલી હદે ઓછો હોવાનું કારણ હતું, કંપની અન-રજીસ્ટર હતી. ગેર સરકાર માન્ય ખાતર અને બિયારણ કંપનીઓ પ્રમાણમાં ખુબજ હલકા પ્રમાણનાં કેમિક્લસનો ખાતર અને બિયારણમાં ઉપયોગ કરતી હોય છે અને માટે જ તે બિલકુલ સસ્તા ભાવે પોતાનો માલ વહેંચે છે. સામાન્ય રીતે ખેડૂતોને સરકાર માન્ય અને સરકારની માન્યતા વગરની કંપનીમાં તફાવત ઓછો નજર આવે છે. તેનું કારણ પણ છે એક તો વિશ્વા અને બીજૂ પ્રમાણમાં ઓછું ભણતર, અને આવી ડુપ્લીકેટ કંપનીઓ દલાલને પણ મબલખ પૈસા આપતી હોવાથી દલાલો ખેડૂતોનો વિશ્વાસ સંપાદીત કરવામાં મદદ કરતા હોય છે. માણસામાં 62 થી વધુ આવી સરકારની માન્યતા વગરની કંપનીઓ સામે આવી છે. જે ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે અને બિયારણ વેચે છે. આ કંપનીઓ સરકાર માન્ય કંપનીનાં પેકિંગ અને લોગોની નકલ કરી તેના ભળતા નામ સાથે પોતાનો નકલી માલ અડધી કિંમતે ખેડૂતોને પધરાવે છે. ખેડૂતોને શંકા જતા માલની ચકાસણી કરવામાં આવી અને આવો જ કિસ્સો સામે આવતા મસ મોટું કૌભાંડ ઉઘાળું પડી ગયું.


50% કિંમતે વેચે છે નકલી બિયારણ
માણસામાં સરકાર માન્ય બોલીગાર્ડ કંપની જેવા જ પેકિંગ અને લોગોથી “Vidguard” કંપનીનો માલ વેચવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. “Vidguard” કંપની પહેલેથી જ સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. vidgaurd પોતાની પ્રોડક્ટસમાં ખુબ જ ઝેરી કેમિક્લસનો ઉપયોગ કરતી હોવાથી તે સ્વાસ્થય અને પર્યાવરણ માટે અત્યંત હાની કરાક માનવામાં આવે છે. હોય છે આ મોનોકોટો, આરોગ્ય માટે હાનિકારક છે. તો સાથે સાથે હદ તો ત્યા છે કે ડુપ્લેટ બિયારણ સાથે ડુપ્લીકેટ બિલ પણ આબેહુબ બનવામાં આવે છે જેથી ખેડૂતો ને કંપની માટે વિશ્વાસ બેશે.
કૃષિમંત્રી – કૃષિ નિયામ પાસે માહિતીનો અભાવ
ગુજરાતની વાત તો પછીની છે, પરંતુ એકલા સૌરાષ્ટ્રમાં 200 કરોડનું બિયારણ દર વર્ષે રોપવામાં આવતું હોવાથી આ પ્રકારનાં કૌભાંડો કરોડોમાં આચરાતા હોવાનું આ મામલે પ્રતિત થાય છે. આ મામલે ગુજરાતનાં ખેતી પ્રધાન આર. સી. ફળદુ સાથે મંતવ્ય ન્યઝ દ્રારા વાત કરવામાં આવી તો ખુદ કૃષીમંત્ર પણ અજાણ છે કે ગુજરાતમાં માન્યતા પ્રપ્ત કેટલી કંપનીઓ છે. આ સાથે જ ખેતી નિયામક અધિકારી ડી. એલ. પટેલને એ પણ નથી ખબર કે ગુજરાતમાં કેટલી કંપનીને માન્યતા પ્રાપ્ત છે. ઉપરાંત પેકેટમાં અને બિલમાં લોટ નંબર પણ લખવાનું અનિવાર્ય હોય છે.


કામગીરી થઇ રહીનો જુનો રાગ આલોપતા બાબુઓ
આ બાબતે જિલ્લાનાં DDO આર. આર. રાવલે મીડિયા સાથે વાત કરવામાં આવેતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ ખરીફ સિઝન આવે ત્યારે ખેડૂતોના બિયારણની માંગ વધતી હોય છે. જને લઈ તંત્ર દ્વારા ચકાસણી થતી હોય છે અને બિયારણ વ્યાપારીઓના ત્યાં કૃષિ વિભાગ દ્વારા જથ્થો ચેક થાય છે. જે અંતર્ગત મદદનીશ ખેતી નિયામક દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક રીતે શંકાસ્પદ બિયારણનો જથ્થો મળ્યો હતો. જેની તપાસ કરતા તે નકલી હતો, તે સાથે 14 તારીખે જ આ કંપની ઉપર FIR પણ કરવામાં આવી છે. આગળની તપાસ હાલ ચાલુ છે અને જે પણ દોષિત હશે એના વિરુદ્ધમાં કાર્યવાહી થશે. આગળના સમયમાં ગાંધીનગર જિલ્લાના 4 તાલુકામાં ખેતી વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જે પણ આવા લેભાગુ તત્વો છે એમને છોડવામાં નહી આવે.
શું સરકારને ખેડૂતોની કાઇ પડી નથી ?
આમતો સરકાર દર વર્ષે પોતાની પૂરી ક્ષમતા સાથે આવા ડુપ્લીકેટીયાવને ડામવાની કોશિશ કરે છે. પરંતુ સવાલએ છે કે આટલા વર્ષોથી કેમ પ્રયાસ હમેંશા પ્રયાસો જ રહે છે? કેમ રાજ્યની રાજધાનીનાં નાક નીચે જ આટલી વિપુલ સંખ્યામાં કંપનીઓ ઉગી નિકળે છે? સરકાર તપાસ કરી કેમ સંતોષ માને છે? શું સરકારને ખેડૂતોની કાઇ પડી નથી ? ખેડૂતો પાસે પાકનું બિયારણ નકલી આવ્યા પછી આત્મહત્યા સીવાયનાં કોઇ બીજા રસ્તા રહેશે?
