ચૂંટણી પંચમાં ક્લિન ચીટને લઇને જન્મેલો ગજગ્રાહ સપાટી પર આવી ગયો છે અને ચૂંટણી પંચમાં આ મામલે રીતસરનાં બે તડા જોવા મળી રહ્યા છે. ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં પત્રનાં અનુસંધાનમાં વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે, હું જાહેર ક્યારેય ચર્ચાથી ભાગ્યો નથી. ચૂંટણી પંચનાં ત્રણ કમિશનરો પોતાનાં અલગ મંતવ્યો ધરાવી શકે છે. જે કોઇ મુદ્દા ચૂંટણી દરમિયાન સામે આવ્યા છે તેના નિવારણ માટે સમિતિનું ગઠન કરવામાં આવશે. દરેક વસ્તુ કરવા માટે એક સમય હોય છે. અને સમય આવશે ત્યારે હું જાહેરમાં ચર્ચા પણ કરીશ. પરંતુ અત્યારા આ માટે ઉચ્ચીત સમય નથી.

PM મોદી અને અમિત શાહને ક્લિન ચીટ મામલે ફોળ પાડતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચનાં ત્રણ સભ્યોનાં મંતવ્ય એક સરખા હોય તે બીલકુલ જરૂરી નથી. ઘણી વખત ચૂંટણી પંચનાં સભ્યોનાં મંતવ્યોમાં જુદાજુદા હોય છે પરંતું આવા કિસ્સામાં ચૂંટણી પંચનાં સભ્યો પોતાની વાતને ફરજ મુક્તિ સમય સુધી જાહેરમાં લાવતા નથી.

આપને જણાવી દઇએ કે ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આચાર સંહિતાનાં ઉલ્લંઘનનાં કિસ્સામાં ચૂંટણી પંચ તરફ PM મોદી અને ભાજપનાં પ્રમુખ અમિત શાહને ક્લિન ચીટ આપવામાં આવતા ગુસ્સે ભરાયા છે અને આ મામલે પોતાની અસંમતી દર્શાવી છે. આજ મામલે મતભેદ થતા અશોક લવાસાએ ચૂંટણી પંચની બેઠક છોડી દીધી હતી. લવાસા દ્રારા મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને લવાસાએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પત્રમાં લવાસા દ્રારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પોતાની અસંમતી રેકોર્ડ પર નોંધવામાં આવશે નહીં ત્યા સુધી તે ચૂંટણી પંચની કોઈપણ મીટિંગમાં ભાગ ન લેશે નહીં.

PM મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામેની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદોની તપાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા, અશોક લવાસા અને સુશીલ ચંદ્રનો સમાવેશ થાય છે. સમિતિ દ્રારા બહુમતીનાં જોરે PM અને શાહને ક્લિન ચીટ આપવામાં આવી છે. પરંતુ લવાસા દ્રારા આ મામલે અસંમતિ દર્શાવી અને PM-શાહનાં ભાષણો આચાર સંહિતાનાં ભંગના દાયરામાં આવતા હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. લવાસા દ્રારા પોતાની અસંમતિને સમિતિ રેકોર્ડ પર નોંધે તેવી માંગ કરવામા આવી હતી. પરંતુ આમ ન કરવામાં આવતા લવાસા નારાજ જણાય છે. અને તેમણે પોતાની ભળાશ પત્ર મારફતે મુખ્ય ચૂંટણી કમિશનર પર ઠાલવી છે.
