Not Set/ મહાજંગ – 2019 : બારડોલી બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

બારડોલી લોકસભા સીટનું નામ આવે એટલે આઝાદી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલો બારડોલી સત્યાગ્રહ યાદ આવે. વર્ષ ૨૦૦૯માં બારડોલી લોકસભા સીટ અસ્તિત્વમાં આવી. બારડોલી લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠકોમાં ગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝરનો સમાવેશ થાય છે. બારડોલીનાં કુલ મતદારોની સંખ્યા 16,14,106 છે. જ્યા પુરુષો મતદારોની સંખ્યા 8,29,648 અને મહિલા […]

Top Stories

બારડોલી લોકસભા સીટનું નામ આવે એટલે આઝાદી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલો બારડોલી સત્યાગ્રહ યાદ આવે. વર્ષ ૨૦૦૯માં બારડોલી લોકસભા સીટ અસ્તિત્વમાં આવી. બારડોલી લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠકોમાં ગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝરનો સમાવેશ થાય છે. બારડોલીનાં કુલ મતદારોની સંખ્યા 16,14,106 છે. જ્યા પુરુષો મતદારોની સંખ્યા 8,29,648 અને મહિલા મતદારોની સંખ્યા 7,84,458 છે.

આવો છે બારડોલી લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ 

વર્ષ 2009 ની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર તુષાર ચૌધરીની ભાજપનાં ઉમેદવાર રિતેશ વસાવા સામે 58 હજાર મતોથી જીત થઇ હતી અને કેન્દ્રમાં કોંગ્રેસની UPA 2 સરકાર બનતા તુષાર ચૌધરીને માર્ગપરિવહન મંત્રાલયનાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં તુષાર ચૌધરી અને ભાજપનાં ઉમેદવાર પ્રભુ વસાવા કે જેઓ માંડવી બેઠક પર તત્કાલીન સમયે કોંગ્રેસનાં ધારાસભ્ય હતા. તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા. 2014માં ભાજપે લોકસભાની ટીકીટ પ્રભુ વસાવાને આપી. અને ભાજપનાં ઉમેદવાર પ્રભુ વસાવાનો એક લાખ ૨૩ હજાર મતોથી વિજય થયો હતો. ભાજપની જીતનું કારણ એ હતું કે કામરેજ વિધાનસભા વિસ્તાર અને સુરત શહેરનો વરાછા  વિસ્તાર ભાજપનો કહેવાય છે, અને એ તમામ મતો ભાજપને મળતા કોંગ્રેસની હાર થઇ હતી. તદુપરાંત આદિવાસી મતદારો પણ વહેચાઈ  ગયા હતા. તો બીજી બાજુ કોંગ્રેસનું નબળું સંગઠન કોંગ્રેસની હારનું કારણ બન્યું હતું. બારડોલી લોકસભા વિસ્તારમાં સુરત અને તાપી જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં હાલ 3 વિધાનસભા માંડવી, વ્યારા અને નિઝર બેઠક કોંગ્રેસ પક્ષે  છે. જયારે બારડોલી, મહુવા, કામરેજ, અને  માંગરોળ ભાજપ પક્ષે  છે. લોકસભા વિસ્તારમાં સુરત અને તાપી એમ બે જિલ્લા પંચાયતો પણ આવે છે. જેમાં સુરત જિલ્લા પંચાયત ભાજપ પાસે તો તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસનાં કબ્જામાં છે. અહી કુલ 12 લાખથી વધુ મતદારો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 6  લાખ 36 હજાર છે. તો   5 લાખ 67  હજારથી વધુ સ્ત્રી મતદારો છે. વર્તમાન સંજોગોની વાત કરીએ તો બંને પક્ષે આદિવાસી ઉમેદવારો છે. કુલ મતદારો પૈકી ૭૦ ટકા થી વધુ મતદારો આદિવાસી મતદારો છે. જેમાં ચૌધરી, વસાવા અને હળપતિ મતદારો નિર્ણાયક સાબિત થાય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે  મતોની ટકાવારીમાં વધારો કર્યો હતો. તેમજ બારડોલી લોકસભા વિસ્તારમાં ખાસ કરીને કામરેજ અને સુરત શહેરનાં વરાછા વિસ્તાર નાં  ૩ વોર્ડનાં પાટીદાર મતો જીતનાં મતો ગણાતા હતા. પરંતુ પાટીદાર આંદોલન બાદ ભાજપને નુકશાનની પણ શક્યતા જોવાય છે.

બારડોલી લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.

પ્રભુ વસાવા ( ભાજપનાં ઉમેદવાર)

 

સેવાકાર્યો કરવા માટે ખુબ જાણીતા

સામાન્ય આદિવાસી  વિસ્તારમાંથી આવતા નેતા

પ્રભુ વસાવા કામદારોના અધિકારો માટે  લડતા નેતા

હજારો ખેડૂતોને  જમીનના  અધિકાર અપાવ્યા.

2007  અને  2012 માં માંડવીથી  કોંગ્રેસ તરફથી ધારાસભ્ય બન્યા

2014 ની બારડોલી લોકસભા સીટ પર ભાજપ તરફથી જીત્યા

2019 માટે ભાજપે ફરી એકવાર પ્રભુ વસાવા પર કળશ ઢોળ્યો

 

 

તુષાર ચૌધરી (કોંગ્રેસ ઉમેદવાર)

 

તુષાર ચૌધરીને  બે ટર્મ સુધી યુપીએ સરકારમાં મંત્રી તરીકેનો અનુભવ

2004 માં માંડવી લોકસભા બેઠક અને 2009 માં બારડોલી બેઠક પરથી સાંસદ બન્યા

2014 લોકસભા બાદ તુષાર ચૌધરી 2017 વિધાનસભા ચૂંટણી પણ હાર્યા

2019 માં કોંગ્રેસે તુષાર ચૌધરીને ફરી તક આપી