Not Set/ મહાજંગ – 2019 : બનાસકાંઠા બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

બનાસકાંઠા લોકસભા સીટની વાત કરીએ તો અહીનાં રાજકીય ગણિત હંમેશા ધારણા કરતા જુદાં જોવા મળે છે. મતદાતાનાં મન કડવા પણ એટલા જ કઠીન છે. અહી હાલનાં સાંસદ ભાજપનાં   હરિભાઈ ચૌધરી છે. અહી વડગામ તાલુકો તેમજ પાલનપુર તાલુકાનાં અમુક ગામ પાટણ જીલ્લામાં આવે છે. ખુદ હરિભાઈ ચૌધરી જે ભાજપ બનાસકાંઠાનાં સાંસદ છે તેમનું જગાણા ગામ પણ […]

Top Stories

બનાસકાંઠા લોકસભા સીટની વાત કરીએ તો અહીનાં રાજકીય ગણિત હંમેશા ધારણા કરતા જુદાં જોવા મળે છે. મતદાતાનાં મન કડવા પણ એટલા જ કઠીન છે. અહી હાલનાં સાંસદ ભાજપનાં   હરિભાઈ ચૌધરી છે. અહી વડગામ તાલુકો તેમજ પાલનપુર તાલુકાનાં અમુક ગામ પાટણ જીલ્લામાં આવે છે. ખુદ હરિભાઈ ચૌધરી જે ભાજપ બનાસકાંઠાનાં સાંસદ છે તેમનું જગાણા ગામ પણ પાટણ લોકસભામાં આવે છે. અને તે પોતે પાટણ લોકસભામાં મતદાન કરે છે. અહી આવતી વિધાનસભા બેઠકમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા (આદિવાસી અનામત બેઠક), પાલનપુર, ડિસા અને દિયોદર છે. બનાસકાંઠા લોકસભાનું જાતિવાદી ગણીતની વાત કરવામાં આવે તો 15  ટકા ઠાકોર 15 ટકા આંજણા ચૌધરી, 12 ટકા આદિવાસી (દાંતા), 8 ટકા પાટીદારો (પાટીદારો અને ડિસામાં), 12 ટકા સવર્ણો, 4 ટકા લોહાણા, વાણીયા, બ્રાહ્મણ, ક્ષત્રીય 2-2-2 ટકા છે. અહી ઠાકોર સમાજનાં  મતદારો મોટી સંખ્યામાં છે. અહીનું મુખ્ય મથક પાલનપુર છે. તો અંબાજી યાત્રાધામ જગવિખ્યાત છે. 2017 વિધાનસભામાં અહીની કુલ 7 સિટમાંથી ભાજપે 2 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી હતી. અહી કુલ મતદારોની સંખ્યા 16,31283 છે.

આવો છે બનાસકાંઠા લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ 

બનાસકાંઠા  લોકસભા બેઠકનાં રાજકીય ગણિતની વાત કરીએ તો  જિલ્લામાં હાલ ભાજપનાં હરિભાઈ ચૌધરી સાંસદ છે. પરંતુ જાતીય સમીકરણો આં જિલ્લામાં હાર જીત પર મહત્વનો ભાગ ભજવે છે. જેમકે વિધાનસભાની 9 બેઠકોમાંથી 5 કોંગ્રેસ તેમજ 3 ભાજપ પાસે છે જયારે 1 અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. લોકસભાની વાત કરીએ તો  આં બેઠક પર 1951, 1957 અને  1962 માં કોંગ્રેસનાં ઉમેદવારોની પણ જીત થઈ છે. 1951 થી 2014 સુધીનાં સમયગાળા દરમિયાન 18 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 10 વાર કોંગ્રેસની જીત થઈ જયારે 5 વાર ભાજપની જીત થઈ છે. એક વાર જનતાદળનાં ઉમેદવાર પણ ચૂંટાઈ આવ્યા છે. જો કે 1991 બાદ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે ટર્મથી હરિભાઈ સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે. તે પહેલાં કોંગ્રેસનાં મુકેશ ગઢવીએ પણ સાંસદ તરીકે જીત મેળવી હતી. જિલ્લામાં ચૌધરી પટેલ ઠાકોર, રાજપુત, દરબાર, દેસાઈ, આદિવાસી, મારવાડી, પટેલ, મુસ્લિમ, પ્રજાપતિ, બ્રાહ્મણ દલિત સહિત તમામ સમાજ વસવાટ કરી રહ્યાં છે. પરંતુ બે મોટા સમાજ ચૌધરી પટેલ તેમજ ઠાકોર સમાજનાં મતદારો મોટી સંખ્યામાં છે. એના સિવાય આદિવાસી સમાજનો એક મોટો વર્ગ છે જે હંમેશાં કોંગ્રેસને માનતો આવી રહ્યો છે. અને આં વિસ્તારમાં હમેશા કોંગ્રેસે લીડ મેળવી છે. જ્યારે દલિત વર્ગનાં લોકો ભાજપ કોંગ્રેસ બંને પક્ષમાં માનનારા છે. અને તેમનો પણ જિલ્લામાં ચૂંટણી સમયે એક દબદબો રહ્યો છે. જ્યારે રાજપુત દરબાર, બ્રાહ્મણ  સમાજનાં લોકો પણ લોકસભાની ચૂંટણીમાં મહત્વનો રોલ ભજવી શકે છે. આં બેઠક બે જિલ્લામાં વહેંચાયેલી છે. જેમાં વડગામ તાલુકો તેમજ પાલનપુર તાલુકાનાં અમુક ગામ જે પાટણ લોકસભા વિસ્તારમાં આવે છે. ખુદ હરિભાઈ ચૌધરી જે ભાજપ બનાસકાંઠાનાં સાંસદ છે તેમનું જગાણા ગામ પણ પાટણ લોકસભામાં આવે છે. અને પોતે પાટણ લોકસભામાં મતદાન કરે છે. જિલ્લામાં બનાસકાંઠા બેઠક પર જ્ઞાતિ સમીકરણની જો વાત કરીએ તો જ્ઞાતિ સમીકરણ બંને પક્ષ માટે અણધાર્યું પરિણામ આપી શકે તેવા છે.

બનાસકાંઠા લોકસભા સીટ પર ચૂંટાયેલા સાંસદો

1951 અકબર ચાવડા કોંગ્રેસ

1957 અકબર ચાવડા કોંગ્રેસ

1962 ઝોહરાબેન ચાવડા કોંગ્રેસ

1967 મનુભાઈ અમરસીહ સ્વતંત્રતા પાર્ટી

1969 એસ. કે. પાટીલ સ્વતંત્રતા પાર્ટી

1971 પોપટલાલ જોશી કોંગ્રેસ

1977 મોતીભાઈ ચૌધરી ભાજપ જનતા પાર્ટી

1980 બી. કે ગઢવી કોંગ્રેસ

1984 બી. કે ગઢવી કોંગ્રેસ

 

1989 જયંતીલાલ શાહ જનતા દળ

1991 હરિસિંહ ચાવડા ભાજપ

1996  બી.કે ગઢવી કોંગ્રેસ

1998 હરિભાઈ ચૌધરી ભાજપ

1999 હરિભાઈ ચૌધરી ભાજપ

2004 હરિસિંહ ચાવડા કોંગ્રેસ

2009 મુકેશ ગઢવી કોંગ્રેસ

2013 હરિભાઈ ચૌધરી ભાજપ

2014 હરિભાઈ ચૌધરી ભાજપ

 

 

બનાસકાંઠા લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.

ભાજપનાં ઉમેદવાર પરબતભાઇ પટેલ

4 ટર્મથી રાજ્યના મંત્રી પદ પર

થરાદનાં ધારાસભ્ય પરબતભાઈ પટેલ

હાલમાં છે ગુજરાત સરકારના પાણીપુરવઠા મંત્રી

1985માં કોંગ્રેસ પક્ષમાં રાજકીય ક્ષેત્રે કરી શરૂઆત…

1985માં વાવ-થરાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ધારાસભ્ય બન્યા

બીજી વખત વાવ થરાદ વિધાનસભા બેઠક પર અપક્ષમાં ઉભા રહી  જીત મેળવી

ત્યારબાદ  ભારતીય જનતા પાર્ટી માં જોડાયા અને સતત જીત મેળવતા રહ્યા

કોંગ્રેસનાં ઉમેદવાર પરથીભાઇ ભટોળ

પરથીભાઇ ભટોળ સહકારી ક્ષેત્રનું મોટું નામ

24 વર્ષ સુધી બનાસડેરીનાં ચેરમેન રહ્યા

જિલ્લાનાં તમામ  લોકો  તેમને સારી રીતે જાણે છે

પરથીભાઇ ભટોળ પહેલીવાર રાજકીય પક્ષનાં સિમ્બોલ પર ચૂંટણી લડશે

પરથીભાઇ ભટોળે ભારતીય જનતા પાર્ટીએ  ટીકીટ ન આપતાં કોંગ્રેસમાં કૂદકો માર્યો હતો.