નવસારી લોકસભા બેઠક 2009નાં નવા સિમાંકનમાં અસ્તિત્વમાં આવી છે. 2009થી આ બેઠક પર સાંસદ તરીકે ભાજપનાં સી.આર. પાટીલ વિજેતા બનતા આવ્યા છે અને માટે જ આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોમાં ભાજપ માટે સૌથી સલામત બેઠક ગણવામાં આવે છે. ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પ્રથમવાર નવસારી બેઠક પરથી ભાજપનાં સી.આર.પાટિલે 6 લાખથી પણ વધુ મતોથી જીત મેળવી છે. આ પહેલા પણ 2014માં પાટિલે જંગી જીત હાસીલ કરી હતી. કહી શકાય કે, સી.આર.પાટિલ જનતાનાં હ્રદયમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા. લોકસભા ચૂંટણીમાં જંગી જીત સાથે ભાજપનાં સી.આર.પાટિલે સાબિત કરી બતાવ્યુ કે કેમ તેને ભાજપ આ બેઠક પર ટીકીટ આપે છે.

સી.આર.પાટિલ(ભાજપ) – 868677
ધર્મેશ પટેલ(કોંગ્રેસ) – 246646
નવસારી લોકસભા બેઠકનો પરિચય ગાંધીજીએ અહી દાંડીનાં દરિયાકિનારે નમક સત્યાગ્રહ કર્યો હતો તોવી ગાંધીની રાજકીય કર્મભૂમી સમાન વિસ્તારમાં ઔધોગીક વિકાસની સાથે સાથે ખેતી પણ સમૃધ્ધ જોવા મળે છે. નવસારી બેઠકમાં સમાવિષ્ટવિધાનસભા સીટોની વાત કરવામાં આવે તો નવસારી બેઠકમાં લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, નવસારી, ગણદેવી(એસ.ટી) અને જલાલપોર એમ કુલ 7 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. 2017માં આ તમામ 7 વિધાનસભા બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. નવસારી બેઠક પર કુલ મતદારોની સંખ્યા17,64,622 છે. જેમાં નવસારી બેઠકનાંજ્ઞાતિગત ગણિત જોવામાં આવેતો સૌરાષ્ટ્રનાં પટેલો, કોળી પટેલો, અનેવિલ બ્રાહ્મણો, મરાઠી, માછીમારો, મુસ્લિમનો, જૈનો, ક્ષત્રિયો, આહિરો અને અનુસુચીત જાતીનાં મતદારોનો સમાવેશ થાય છે.

નવસારી લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

સી.આર. પાટિલ ( ભાજપનાં ઉમેદવાર)
લોકપ્રિય સાંસદ, પોલીસ કોન્સ્ટેબલમાંથી રાજકારણી બનેલા નેતા. 2009માં કોંગ્રેસનાં ધનસુખ રાજપૂતને 1.35 લાખ મતે હરાવ્યા. 2014માં નરેન્દ્ર મોદી પછી સૌથી વધારે સરસાઈ સી.આર. પાટિલને મળી હતી. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનારા દેશના પ્રથમ સાંસદ છે. પાટીલે દત્તક લીધેલા ચીખલી ગામને આદર્શ ગામ બનાવ્યું
ધર્મેશ પટેલ (કોંગ્રેસ ઉમેદવાર)
વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરીનો અનુભાવ, કોંગ્રેસનાં અનેક હોદ્દા ઉપર સેવા આપી ચુક્યા છે. વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમના પિતા ભીમભાઈ પટેલ (કોળી) રાજકારણમાં મોટું નામ ધરાવ છે.
