Not Set/ દાહોદ: પતિએ ઘર કંકાસના કારણે કરી પત્નીની હત્યા

દાહોદ, દાહોદમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી છે.પતિપત્ની વચ્ચે થયેલા કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં પતિએ તિક્ષ્ણ હથિયારની 36 જેટલા ઘા મારી પત્નીની હત્યા કરી નાખી.હત્યા કર્યા બાદ પતિ પોલિસ સમક્ષ હાજર થઈ ગયો સ્થાનિક લોકનું માનિયે તો પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાગ […]

Top Stories Gujarat Others

દાહોદ,

દાહોદમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી છે.પતિપત્ની વચ્ચે થયેલા કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં પતિએ તિક્ષ્ણ હથિયારની 36 જેટલા ઘા મારી પત્નીની હત્યા કરી નાખી.હત્યા કર્યા બાદ પતિ પોલિસ સમક્ષ હાજર થઈ ગયો

સ્થાનિક લોકનું માનિયે તો પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો. પતિની ઉમર 50 વર્ષની છે જ્યારે મૃતકની ઉમર 25 વર્ષની હતી.હત્યારા પતિના આ ત્રીજા લગ્ન હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.