Not Set/ શપથ પહેલા આવ્યું સંકટ – જેડીયુ નારાજ, સુષ્માનો શપથ લેવા ઇનકાર, અનુપ્રિયા પણ નારાજ

PM મોદી અને મંત્રીમંડળનાં શપથ લીઘા પહેલા જ NDAમાં  પહેલી ફૂટ પડી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. ભારત સરકારમાં વિદેશ પ્રધાન રહેલા અને ભાજપનાં મોદી બાદનાં દિગ્ગજ નેતા સુષ્મા સ્વારાજે મંત્રીમંડળમાં સામેલ થવાની ના પાડી છે. તો બીજી તરફ અપનાદળનાં સાંસદ અનુપ્રિયા પટેલ પણ PMOમાંથી કોઇ ફોન ન આવતા નારાજ હોવાથી બની શકે છે […]

Top Stories India

PM મોદી અને મંત્રીમંડળનાં શપથ લીઘા પહેલા જ NDAમાં  પહેલી ફૂટ પડી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. ભારત સરકારમાં વિદેશ પ્રધાન રહેલા અને ભાજપનાં મોદી બાદનાં દિગ્ગજ નેતા સુષ્મા સ્વારાજે મંત્રીમંડળમાં સામેલ થવાની ના પાડી છે. તો બીજી તરફ અપનાદળનાં સાંસદ અનુપ્રિયા પટેલ પણ PMOમાંથી કોઇ ફોન ન આવતા નારાજ હોવાથી બની શકે છે કે શપથ સમારોહમાં હાજર ન પણ રહે.

સૌથી મોટા ઝટકો JDU તરફથી આપવામાં આવ્યો છે. જી હા મોદી મંત્રીમંડળમાં 3 મંત્રી પદ્દની માંગ કરનાર બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેની પાર્ટી JDUએ કરી હતી. ભાજપ અને ટીમ મોદી દ્રારા આ બાબતનો અસ્વીકાર કરવામાં આવતા નીતિશ કુમાર BJPથી નારાજ જણાઇ રહ્યા છે. નીતિશે તો સરકારનાં મંત્રીમંડળમાં સામેલ હોવાની “ના” ભણી દીધી છે. નીતિશ જો કે શપથ સમારોહમાં બિહારનાં મુખ્યમંત્રી હોવાનાં નાતે હાજર રહ્યા છે. પરંતુ નીતિશનાં આવા વલણથી NDA ગઠબંધન પર ભારે વિપરીત અસરો પડી શકે છે