Not Set/ ICC World Cup : પૂર્વ તોફાની બેટ્સમેને વિશ્વ કપને લઇને આપી આ ભવિષ્યવાણી, સેમીફાઈનલમાં આ ટીમો વચ્ચે થશે ટક્કર

ક્રિકેટનાં મહાજંગની શરૂઆત થવાની સાથે જ કઇ ટીમો આવશે સેમીફાઈનલમાં, કોણ જીતી શકે છે વિશ્વ કપ જેવી અટકળો શરૂ થઇ ગઇ છે. ત્યારે ક્રિકેટનાં પંડિતો પણ ICC World Cup 2019 માટે ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે. એક સમયનાં તોફાની બેટ્સમેન અને વિકેટકીપર બ્રેડન મેક્કુલમે એક ડગલુ આગળ વધી ટૂર્નામેન્ટની લગભગ દરેક મેચનાં પરિણામની ભવિષ્યવાણી […]

Top Stories Sports

ક્રિકેટનાં મહાજંગની શરૂઆત થવાની સાથે જ કઇ ટીમો આવશે સેમીફાઈનલમાં, કોણ જીતી શકે છે વિશ્વ કપ જેવી અટકળો શરૂ થઇ ગઇ છે. ત્યારે ક્રિકેટનાં પંડિતો પણ ICC World Cup 2019 માટે ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે. એક સમયનાં તોફાની બેટ્સમેન અને વિકેટકીપર બ્રેડન મેક્કુલમે એક ડગલુ આગળ વધી ટૂર્નામેન્ટની લગભગ દરેક મેચનાં પરિણામની ભવિષ્યવાણી કરી છે.

ન્યૂઝીલેન્ડનાં તોફાની બેટ્સમેન બ્રેડન મેક્કુલમનું માનવુ છે કે, વિશ્વ કપમાં ભાગ લેનારી 10 ટીમોમાં સૌથી નીચે બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ જોવા મળશે. જ્યારે અફઘાનિસ્તાન આ બંન્નેથી ઉપરનાં ક્રમે જોવા મળશે. પોતાના પહેલા 50 ઓવરોનાં વિશ્વ કપમાં અફઘાનિસ્તાન માત્ર બે ટીમ બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવવામાં સફળ રહેશે. મેક્કુલમ મુજબ, પોતાના દેશમાં રમી રહેલી ઈંગ્લેન્ડ ટીમને તેનો સીધો ફાયદો મળશે અને તે વિશ્વ કપની સેમીફાઈનલમાં પહોચવામાં સફળ રહેશે. તેટલુ જ નહી ઈગ્લેન્ડ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયા પણ સેમીફાઈનલમાં જોવા મળશે. જો કે ચોથી ટીમ કઇ હશે કે જે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી શકશે તે વિશે મેક્કુલમનું કહેવુ છે કે, જે ટીમનો નેટ રન રેટ સારો હશે તે ટીમ ચોથુ સ્થાન મેળવી શકશે.

ન્યૂઝીલેન્ડ ટીમ વિશે બ્રેન્ડન મેક્કુલમનું માનવુ છે કે, આ ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી શકે છે, તદ્ઉપરાંત વેસ્ટ ઈંન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન પણ સેમીફાઈનલમાં સારા નેટ રન રેટ સાથે પહોચવા મેદાનમાં પૂરી મહેનત કરશે. સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી મેક્કુલમે ભારતની ટીમને લઇને કરી છે. તેનુ માનવુ છે કે, આ ટીમ લીગની 9 મેચોમાંથી 8 મેચ જીતવામાં સફળ રહેશે. તો બીજી તરફ ઈંગ્લેન્ડ વિશે પણ મેક્કુલમે આ જ ભવિષ્યવાણી કરી છે. જો કે ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે હાર મળશે.

વર્ષ 2015 વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાને લીગ મેચમાં ત્રણ હારનો સામનો કરવો પડશે. ઓસ્ટ્રેલિયાને વેસ્ટ ઈંન્ડિઝ, ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ હારનો સ્વાદ ચાંખવો પડશે. ન્યૂઝીલેન્ડનાં પૂર્વ વિકેટકીપરનાં મતે આ વિશ્વ કપમાં એક માત્ર ઈંગ્લેન્ડની ટીમ છે કે જે ભારતને હરાવશે.

બ્રેડન મેક્કુલમએ ડાયરીમાં લખીનેે કરી ભવિષ્યવાણી