Not Set/ કાશ્મીર :શોપિયામાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર, બે આંતકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચે અથડામણ દરમિયાન બે આતંકીઓના ઠાર થવાના સમાચર મળી રહ્યા છે. માહિતી મુજબ ફાયરિંગ શોપિયાંના મોલુ ચિત્રગામમાં શરૂ થયું છે. સૂત્રોનું કહેવું છે કે ઘટના સ્થળથી એક આતંકીની લાશ પણ મળી છે. જો કે હમણાં તેની ઓળખ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં નેશનલ કોન્ફરન્સના […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચે અથડામણ દરમિયાન બે આતંકીઓના ઠાર થવાના સમાચર મળી રહ્યા છે. માહિતી મુજબ ફાયરિંગ શોપિયાંના મોલુ ચિત્રગામમાં શરૂ થયું છે. સૂત્રોનું કહેવું છે કે ઘટના સ્થળથી એક આતંકીની લાશ પણ મળી છે. જો કે હમણાં તેની ઓળખ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં નેશનલ કોન્ફરન્સના નેતાના ઘર પર આતંકીઓ દ્રારા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આંતકીઓએ માત્ર નેશનલ કોન્ફરન્સ  નેતા મોહિદ્દીન મીરના મુર્રનમાં ઘર પર ગ્રેનેડથી હુમલો કર્યો પરંતુ તેના પછી ફાયરિંગ પણ કર્યું.

આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જયારે આતંકીઓ દ્રારા કોઈ રાજનેતાના ઘરને નિશાન બનાવ્યું હોય. આ અગાઉ પણ આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના પિંગલાનામાં કોંગ્રેસના નેતા ઉમર જાનના ઘરે ગ્રેનેડથી હુમલો કર્યો. જો કે, આ હુમલા દરમિયાન તેઓ તેમના ઘરે હાજર નહોતા.

કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી અને આતંકવાદી સંગઠનો આતંકવાદી ઝાકીર મુસાના મૃત્યુથી ડરી ગયા છે. એટલા માટે ખીણમાં આવી ઘટનાઓ સતત અમલમાં છે. આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી હોવાથી બધી સલામતી એજન્સીઓ સાવચેત છે.

ત્યાં જ  અલગાવવાદી અને આતંકવાદી સંગઠન અમરનાથ યાત્રામાં પણ ખલલે પાડવાની કોશિશ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. શ્રી અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે. તો અનંતનાગથી શ્રીનગર સુધી રસ્તાઓ  ખૂબ જ પડકારરૂપ બનશે.