Not Set/ ઘોર મંદીમાં બેહાલ કાર ઉત્પાદકો દ્રારા બજેટમાં GST દર 28 થી 18% કરવા કરાઇ માંગ

સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાં છેલ્લા કેટલા સમયથી મંદીનાં વાદળો ઘેરાયેલા જવા મળી રહ્યો છે. પાછતા થોડા સમયમાં ભારતીય કાર ઉત્પાદક કંપનામાં ખાસ કરીને SUV  કારની ખરીદીમાં જબરો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે GDPમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે ત્યારે ઓટો ઉત્પાદકો દ્રારા વેચાણમાં ઘટાડાને કારણે પડી રહેલ ફટકાને લઇને માંગે છે કે સરકાર જુલાઈમાં રજુ થનાર […]

Tech & Auto

સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાં છેલ્લા કેટલા સમયથી મંદીનાં વાદળો ઘેરાયેલા જવા મળી રહ્યો છે. પાછતા થોડા સમયમાં ભારતીય કાર ઉત્પાદક કંપનામાં ખાસ કરીને SUV  કારની ખરીદીમાં જબરો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે GDPમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે ત્યારે ઓટો ઉત્પાદકો દ્રારા વેચાણમાં ઘટાડાને કારણે પડી રહેલ ફટકાને લઇને માંગે છે કે સરકાર જુલાઈમાં રજુ થનાર બજેટમાં કાર પર લાગી રહેલા GST દરને 28 થી 18% સુધી ઘટાડે. જુલાઇમાં જ્યારે નવી સરકારનું પ્રથમ વાર્ષીક બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે કાર ઉત્પાદકો દ્રારા સરકાર પાસે વિવિધ માંગણીઓ રાખવામાં આવી છે.

ઓટોમોબાઈલ ઉત્પાદકનાં સિયામ સંગઠનો દ્રારા GST ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ માટે જૂના વાહનોને જંક કરવા માટે પ્રોત્સાહન આધારિત નીતિ લાવવા પણ સરકાર પાસે માંગ કરી છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથેની પૂર્વ-બજેટ બેઠકમાં સિયામે માંગ કરી છે કે તમામ વાહનો પર GSTનો દર 28 થી ઘટાડની 18% કરવો જોઇએ. કાર ઉત્પાદન સંગઠોનું માનવું છે કે GSTનાં દરોમાં ઘટાડો કરવામાં આવેવાથી  ગાડીઓની કિંમતોમાંં પણ ઘટાડો થશે. અને 11 મહિનાથી દરેક પ્રકારની ગાડીઓની માંગ જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાથી બહાર આવવામાં મદદ રૂપ થશે. આપને જણાવી દઇએ કે એપ્રિલમાં આવેલા ઇન્ડેક્સ મુજબ પેસેન્જર વાહનોનું વેચાણ 17.07% જેટલું ઘટ્યું છે જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ ઘટ છે.