Not Set/ વાયુસેનાનું AN-32 વિમાન થયું ગુમ, 8 ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો હતા સવાર

વાયુસેનાનું AN-32 વિમાન આસમના જોરહાટથી ગુમ થઈ ગયું છે. જેમાં 8 ક્રૂ સભ્યો, 5 મુસાફરો સહિત કુલ 13 લોકો સવાર હતા. જણાવીએ કે સુખોઇ 30 અને સી 130 વિમાન તેના શોધમાં લાગેલા છે. વિમાન એરબેસથી ઉડાન ભર્યા પછી અરુણાચલ પ્રદેશના મેંચુકા એર ફિલ્ડના ઉપરથી ગાયબ થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ સોર્સથી તેનો […]

Top Stories India

વાયુસેનાનું AN-32 વિમાન આસમના જોરહાટથી ગુમ થઈ ગયું છે. જેમાં 8 ક્રૂ સભ્યો, 5 મુસાફરો સહિત કુલ 13 લોકો સવાર હતા. જણાવીએ કે સુખોઇ 30 અને સી 130 વિમાન તેના શોધમાં લાગેલા છે. વિમાન એરબેસથી ઉડાન ભર્યા પછી અરુણાચલ પ્રદેશના મેંચુકા એર ફિલ્ડના ઉપરથી ગાયબ થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ સોર્સથી તેનો છેલ્લો સંપર્ક લગભગ બપોરે 1 વાગ્યે થયો હતો.

ત્રણ વર્ષ પહેલા પણ ગુમ થયું હતું એએન-32

આ અગાઉ વર્ષ 2016 માં ચેન્નઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલું  એએન-32 વિમાન ગુમ થઈ ગયું હતું. તે સમયે વિમાનમાં ભરતીય વાયુસેનાના 12 જવાન, 6 ક્રૂ સભ્યો, 1 નૌસૈનિક, 1 સૈન્ય જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હતા. આની શોધમાં, એક સબમરીન, આઠ વિમાનો અને 13 પોત લગાવામાં આવ્યા હતા. ત્યારે આ પ્લેનની ગુમ થવાનું એક ગુચવાડ થઇ ગયું હતું. એટલું જ નહીં તેનું ના કોઈ ભંગાર મળ્યું કે ના પ્રવાસી મળ્યા.

ભારતીય વાયુસેના કાફલામાં લગભગ 100 એનએન-32  વિમાન છે. જે  જે મુખ્યત્વે ટ્રાન્સપોર્ટના કામમાં રોકાયેલા છે. વિશ્વભરમાં આશરે 240 વિમાનો કાર્યરત છે. હાલ ભારતીય વાયુસેના ઉપરાંત શ્રીલંકા,અંગોલા અને યુક્રેનની વાયુસેના પાસે પણ આ વિમાન છે.