‘પઢો-બઢો’ અભિયાન અંતરગત મોદી સરકાર દ્રારા ઈદ નિમિત્તે મુસ્લિમ છાત્રોને ઇદી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્રારા ‘પ્રધાનમંત્રી શિષ્યા વૃતિ’ અંતરગત આપવતા પાંચ વર્ષમાં પાંચ કરોડ મુસ્લીમ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપશે.શિષ્યા વૃતિનો લાભ લેવાની પ્રક્રિયા પણ સરળ અને પારદર્શી બનાવવામાં આવી છે. તો સાથે સાથે મુસ્લિમ છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહીત પણ કરાશે. અને મુસ્લિમોને રોજગાર ઉપલબ્ધ કરાવવા પણ પાંચ વર્ષનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે.

‘૩-ઈ’ એટલે કે એજ્યુકેશન, એમ્પ્લોઈમેન્ટ અને એમ્પાવરમેન્ટ સરકારનું લક્ષ્ય છે. તે પુરૂ કરવા માટે અમે પરિશ્રમ કરી રહ્યા છીએ. દેશનાં દૂરદરાજનાં વિસ્તારોમાં જ્યાં આર્થિક અને સામાજિક કારણોથી લોકો છોકરીઓને શાળાએ નથી મોકલતા, ત્યાં શૈક્ષણિક સંસ્થાઓમાં સુવિધાઓ ઉભી કરાશે અને સંશાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ 100થી વધુ મોબાઈલ વાનનાં માધ્યમથી શિક્ષણ અને રોજગાર સાથે જોડાયેલ સરકારી કાર્યક્રમોની માહિતી આપવા માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે.

લઘુમતિ બાબતના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્રારા જાહેર કરવામા આવેલ આ યોજનામાં આમાથી લગભગ અઢી કરોડ એટલે કે 50 % વિદ્યાર્થીનીઓને લાભ આપવામા આવશે. યોજનાની જાહેરાત સમયે નકવીએ જણાવ્યું કે વિકાસની ગાડીને વિશ્વાસના હાઈવે પર ઝડપથી દોડાવવા માટેની આવતા પાંચ વર્ષમાં અમારી પ્રાથમિકતા રહેશે. દરેક જરૂરીયાત મંદ આંખોમાં ખુશી અને તેમના જીવનમાં સમૃદ્ધિ લાવીશું. વિશ્વાસનાં હાઈવે પર ન કોઈ સ્પીડબ્રેકર આવવા દેશુ કે ન તો કોઈ અડચણ આવવા દેશું.
નકવીએ વધુમાં જણાવ્યું કે રોજગારી પર પણ પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરાયો છે. કારીગરો-શિલ્પકારોને રોજગાર સાથે જોડવા અને બજાર ઉપલબ્ધ કરાવવા માટે આવતા પાંચ વર્ષમાં દેશમાં 100થી વધુ હુન્નરહાટનું આયોજન કરાશે. સાથેસાથે સ્વદેશી પ્રોડકટનું ઓનલાઈન વેચાણ થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ કરાવામાં આવશે. પાંચ વર્ષમાં 25 લાખ યુવકોને રોજગાર – કૌશલ ઉપલબ્ધ કરાવાશે અને સાથોસાથ “શીખો અને કમાવો” “નઈ મંઝીલ”‘ગરીબ નવાઝ કૌશલ વિકાસ” અને “ઉસ્તાદ” જેવા રોજગાર લક્ષી વિકાસ કાર્યક્રમો શરૂ કરવા માટે સરકાર કટ્ટીબ્ધ છે.
