New Delhi News : દેશની અગ્રણી ક્વિક-કોમર્સ કંપનીઓ બ્લિંકિટ(Blinkit), સ્વિગી અને ઝેપ્ટોએ હવે તેમની ‘10-મિનિટ ડિલિવરી’ની જાહેરાતોથી હાથ ખેંચ્યો છે. ગિગ કામદારોની સતત હડતાલ, માર્ગ સલામતી અંગે વધતી ચિંતાઓ અને કેન્દ્ર સરકારના સીધા હસ્તક્ષેપ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર સાથે બેઠકમાં સહમતિ
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં બ્લિંકિટ (Blinkit), સ્વિગી અને ઝેપ્ટોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે કામદારોના જીવનને જોખમમાં મૂકીને કોઈપણ બિઝનેસ મોડેલ ચલાવી શકાય નહીં.બાદમાં બ્લિંકિટ(Blinkit), સ્વિગી અને ઝેપ્ટોએ તેમની ‘10-મિનિટ ડિલિવરી’ની જાહેરાતોથી હાથ ખેંચ્યો હતો.
બેઠકમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ પર સહમતિ થઈ:
-
10 મિનિટ જેવી સમય મર્યાદા ડિલિવરી રાઇડર્સ માટે જોખમી છે.
-
આ દબાણ અન્ય માર્ગ વપરાશકર્તાઓ માટે પણ અકસ્માતનું કારણ બની શકે છે.
-
સરકાર ગિગ કામદારો માટે સામાજિક સુરક્ષા અને સન્માનજનક કાર્ય પરિસ્થિતિઓ માટે વ્યાપક નીતિ તૈયાર કરશે.
માર્કેટિંગ વ્યૂહરચનામાં ફેરફાર
હવે ક્વિક-કોમર્સ કંપનીઓ બ્લિંકિટ(Blinkit), સ્વિગી અને ઝેપ્ટો તેમની જાહેરાતોમાં ચોક્કસ સમય મર્યાદાનું વચન નહીં આપે. ‘10 મિનિટ’ અત્યાર સુધી તેમની સૌથી મોટી USP હતી, પરંતુ હવે તેઓ ગ્રાહકોમાં એવી અપેક્ષા ઉભી નહીં કરે જેનાથી રાઇડર્સ પર અતિશય દબાણ આવે.
બ્લિંકિટ(Blinkit), સ્વિગી અને ઝેપ્ટો કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની કામગીરીની કાર્યક્ષમતા યથાવત રહેશે, પરંતુ સલામતીને પ્રથમ પ્રાથમિકતા મળશે.
ક્વિક કોમર્સ મોડેલ પર ઉઠેલા સવાલ
છેલ્લા ઘણા સમયથી 10–15 મિનિટની ડિલિવરી સેવાઓ સોશિયલ મીડિયા અને માર્ગ સલામતી સંગઠનોની ટીકા હેઠળ હતી. નિષ્ણાતોનું માનવું છે કે ઓછા સમયમાં ડિલિવરી કરવા માટે રાઇડર્સ ઝડપથી વાહન ચલાવે છે, લાલબત્તી તોડે છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે.
રાઘવ ચઢ્ઢાએ સરકારનો આભાર માન્યો
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ X પર પોસ્ટ કરી સરકારના નિર્ણયને આવકાર્યો. તેમણે કહ્યું કે,
“ડિલિવરી રાઇડરના બેગ, જેકેટ અને એપ પર દેખાતું ‘10 મિનિટ’નું ટાઈમર ભારે અને ખતરનાક દબાણ ઊભું કરતું હતું. આ નિર્ણય રાઇડર્સ અને સામાન્ય નાગરિકોની સલામતી માટે મહત્વપૂર્ણ છે.”
તેમણે ઉમેર્યું કે ઘણા ગિગ કામદારો ઓછા પગાર અને અશક્ય લક્ષ્યો વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા હતા. આમ હવે બ્લિંકિટ(Blinkit), સ્વિગી અને ઝેપ્ટોએ હવે તેમની ‘10-મિનિટ ડિલિવરી’ની જાહેરાતોથી હાથ પાછો ખેંચ્યો છે.
આ નિર્ણય અંગે 10 મહત્વપૂર્ણ પ્રશ્ન–જવાબ
પ્રશ્ન 1: શું હવે ડિલિવરી મોડું થશે?
જવાબ: સમય મર્યાદા હટતાં ડિલિવરીમાં 5–10 મિનિટનો વધારો શક્ય છે, પરંતુ સલામતીને પ્રાથમિકતા મળશે.
પ્રશ્ન 2: શું ફક્ત જાહેરાત બદલાઈ છે?
જવાબ: નહીં, રાઇડર્સ પર દબાણ ઘટાડવા એપ અલ્ગોરિધમ અને કાર્ય મોડેલમાં પણ ફેરફાર થશે.
પ્રશ્ન 3: નિયમો તોડનાર કંપનીઓ સામે શું થશે?
જવાબ: દંડ અને રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડ દ્વારા નજર રાખવામાં આવશે.
પ્રશ્ન 4: રાઇડર્સની આવક પર અસર પડશે?
જવાબ: ઓર્ડરની સંખ્યા ઘટવાથી દૈનિક આવક પર અસર થવાની શક્યતા છે.
પ્રશ્ન 5: બેઠકમાં મુખ્ય સહમતિ શું હતી?
જવાબ: ‘10 મિનિટ’નું વચન હટાવવું અને કામદારોની સલામતીને પ્રાથમિકતા.
પ્રશ્ન 6: ગિગ વર્કર્સ માટે નીતિ ક્યારે અમલમાં આવશે?
જવાબ: સોશિયલ સિક્યુરિટી કોડ–2020 હેઠળના નિયમો અમલમાં આવી ચૂક્યા છે.
પ્રશ્ન 7: અકસ્માતોના આંકડા શું કહે છે?
જવાબ: ચોક્કસ આંકડા નહીં, પરંતુ દબાણ અને જોખમ અંગે ગંભીર ચર્ચા થઈ છે.
પ્રશ્ન 8: નવી માર્કેટિંગ વ્યૂહરચના શું હશે?
જવાબ: ઝડપને બદલે પ્રોડક્ટ વેરાયટી અને ગુણવત્તા પર ભાર.
પ્રશ્ન 9: હડતાલનું પરિણામ શું આવ્યું?
જવાબ: સરકારનો હસ્તક્ષેપ અને ગિગ કામદારોને કાયદેસર સુરક્ષાનો માર્ગ.
પ્રશ્ન 10: ક્વિક કોમર્સનું ભવિષ્ય?
જવાબ: હવે સ્પર્ધા ‘ઝડપ’ નહીં, પરંતુ ‘વિશ્વસનીયતા અને ગુણવત્તા’ પર રહેશે.
ગિગ કામદારોની હડતાલ
ઓછી કમાણી અને 10 મિનિટના દબાણ સામે ગિગ કામદારોએ 25 અને 31 ડિસેમ્બરે હડતાલ પાડી હતી. આ હડતાલે સમગ્ર ક્વિક કોમર્સ ઉદ્યોગને નીતિ બદલવા મજબૂર કર્યો.
ક્વિક કોમર્સ શું છે?
-
15–30 મિનિટમાં કરિયાણા અને સામાનની ડિલિવરી
-
2–3 કિમી વિસ્તારમાં આવેલા ‘ડાર્ક સ્ટોર્સ’ પર આધારિત મોડેલ
ગિગ કામદારોની સ્થિતિ
-
ભારતમાં 80 લાખથી વધુ ગિગ કામદારો
-
નીતિ આયોગ મુજબ 2030 સુધીમાં આ સંખ્યા 2.35 કરોડ સુધી પહોંચી શકે છે
-
આમ હવે બ્લિંકિટ(Blinkit), સ્વિગી અને ઝેપ્ટોએ હવે તેમની ‘10-મિનિટ ડિલિવરી’ની જાહેરાતોથી હાથ ખેંચ્યો છે
આ પણ વાંચો: બ્લિંકિટ અને અન્ય એપ પરથી વસ્તુ મંગાવનાર ચેતજો, રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક દરોડા
-
આ પણ વાંચો: કોટામાં વિદ્યાર્થીઓ JEE-NEETની તૈયારીઓ છોડીને ડ્રગ્સ લઈ રહ્યા છે, બ્લિંકિટ પર ઓર્ડરનો પૂર કેમ છે ?
-
આ પણ વાંચો: ગ્રાહક ભાવ સૂચકાંકમાં સરકાર ઈકોમર્સ ડેટાને એકીકૃત કરશે
