Not Set/ કાયદો છે ક્યાં ??? દારુડીયાવે ઘરમાં ઘુસી કરી નાખી 20 દિવસની બાળકીની હત્યા

ગુજરાતનાં મેટ્રો સીટી અમદાવાદમાં માનવતા માઇક્રો થઇ ગઇ હોય તેવી ધટના સામે આવી છે. માનવતાને પણ શરમસાર થવું પડે તેવુ કામ દારુડીયાવે કરી નાખ્યું છે. જી હા દારૂડીયા અસમાજીક લુખ્ખા તત્વો દ્રારા એક ઘરમાં ઘુસી માત્ર 20 દિવસની બાળકીની હત્યા કરવામા આવતે સમગ્ર રાજ્યમાં અરેરાટી છુટી જવા પામી છે. ગુજરાતમાં કાયદો અને વ્યાવસ્તા છે ક્યાં? […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતનાં મેટ્રો સીટી અમદાવાદમાં માનવતા માઇક્રો થઇ ગઇ હોય તેવી ધટના સામે આવી છે. માનવતાને પણ શરમસાર થવું પડે તેવુ કામ દારુડીયાવે કરી નાખ્યું છે. જી હા દારૂડીયા અસમાજીક લુખ્ખા તત્વો દ્રારા એક ઘરમાં ઘુસી માત્ર 20 દિવસની બાળકીની હત્યા કરવામા આવતે સમગ્ર રાજ્યમાં અરેરાટી છુટી જવા પામી છે.

ગુજરાતમાં કાયદો અને વ્યાવસ્તા છે ક્યાં? ગાંધીનાં ગુજરાતમાં દારુબંધી છે ક્યા? કાયદાનું ચીરહરણ થતું હોય ત્યારે કાયદાનાં કહેવાતા રખેવાડ પોલીસ છે ક્યાં? આવા સવાલો સામાન્ય માણસમાં મનમાં ઉદ્દભવે જ કારણ કે અમદાવાદમાં અસામાજીક તત્વો એવો તે આતંક જોવા મળ્યો છે કે લુખ્ખા દારુડીયાવે મેઘાણીનગરમાં  નશાની હાલતમાં અક ઘરમાં ઘુસીને 20 દિવસની બાળકીની હત્યા કરી નાખી છે. હવે લુખ્ખાઓ રાત્રે નશાની હાલતમાં કોઇનાં ઘરમાં શુ કામે ઘુસ્યા હશે તે સમજી શકાય તેવી વાત છે. પીધેલી હોલતમાં દારુડીયાવે ઘરમાં ઘુસી પરિવારની ત્રણ મહિલાઓ પર પણ હુમલો કર્યો હતો અને બાદમાં માત્ર 20 દિવસની બાળકીની હત્યા કરી નાખી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કુખ્યાત બુટલેગર સતીષ પટની અને તેનાં ચાર સાગરીતો નશાની હાલતમાં મેઘાનગરનાં એક ઘરમાં ઘુસી ગયા હતા અને ઘરના સભ્યો સાથે આ તમામ અસમાજીક તત્વો દ્વારા મારપીટ કરવામા આવી હતી. એટલું ઓછુ હોય તેમ નરાધમો દ્રારા ઘરમાં સુતેલી માત્રને માત્ર 20 દિવસની કુમળા ફૂલ જેવા બાળકીની હત્યા કરવામા આવી હતી. બાળકીની હત્યા કરવામા આવવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયા અને હિચકારી હત્યાથી સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકો સીઘા જ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યા હતા. હિચકારી હત્યાનાં આ બનાવમાં લોકોનો રોષ જોઇ પોલીસે કુખ્યાત બુટલેગર સતીષ પટણી અને અન્ય ચાર શખ્સો સામે હત્યા સહિતની વિવિધ કલમો સાથે ગુનો નોંધી તુરમતમાં કુખ્યાત બુટલેગર સતીષ પટણીની ધરપકડ કરી છે. તો ઘટનાનાં અન્ય ચાર આરોપી ફરાર થઇ ગયા છે. પોલીસ દ્રારા બાકીના તમામ આરોપીને ઝડપી પાજવા કવાયોતો શરૂ કરવામા આવી છે.

સવાલ એ થાય છે કે પોલીસની આવા લુખ્ખા તત્વોને શું કોઇ બીક નથી? શું પોલીસ એટલી નમાલી થઇ ગઇ છે કે દારુડીયા ગમે તેના ઘરમાં ઘુસી જાય? શું હપ્તા આપતા આવા બુટલેગરો પોલીસતંત્રને પણ ખિસ્સામા રાખીને ફરે છે?

જુઓ આ વિડાયો…………..